બનાસકાંઠાઃ સરકારી કચેરીઓમાં લાગ્યા સોલાર રુફ ટોપ, અમીરગઢમાં વીજ બીલ ‘શૂન્ય’ થયા
બનાસકાંઠા જિલ્લાનો અમીરગઢ તાલુકાએ સોલાર વીજને અપનાવી છે. તાલુકા પંચયત અને તાલુકાની તમામ ગ્રામ પંચાયતમાં સોલાર રુફ ટો લગાવીને વીજળી મેળવવાને લઈ હવે વીજળીના બીલ શૂન્ય થવા લાગ્યા છે. ગ્રામ પંચાયતમાં હવે વીજ બીલ બચવાને લઈ મોટી ક્રાંતી સમાન કામગીરી સામે આવી છે.
બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાની તમામ સરકારી કચેરીઓમાં સોલાર પેનલ લગાવવામાં આવી છે. આમ તો રાજ્યમાં સોલાર આધારીત વીજળીને લઈ જાગૃતિ વધી છે. આ દરમિયાન હવે અમીરગઢ તાલુકામાં મોટા ભાગની ગ્રામ પંચાયતોમાં પણ સોલાર રુફ ટોપ લગાવવામાં આવતા હવે ગ્રામ પંચાયતનો વીજળીના બીલો શૂન્ય મળવા લાગ્યા છે. વીજળીના બીલની રકમ બચવાને લઈ ગ્રામ પંચાયતોને પણ મોટી રાહત સર્જાઈ છે.
જિલ્લા વિકાસ અધિકારી સ્વપનીલ ખરે એ ટીવી9 સાથે વાતચીતમાં બતાવ્યુ હતુ કે, મોટાભાગની કચેરીઓમાં સોલાર રુફ ટોપ લગાવવાને લઈ હવે રુપિયા ક્રેડીટ થવા લાગ્યા છે. જેને લઈ મોટો ફાયદો સર્જાયો છે. અમીરગઢ તાલુકામાં સર્વપ્રથમ રીતે તમામ સરકારી કચેરીઓ અને પંચાયતોમાં સોલાર પેનલ લાગી ચુકી છે.
આ પણ વાંચોઃ રોકાણકારો ફરી રડ્યા! અમદાવાદની કંપની સામે છેતરપિંડી આચર્યાની ઈડર પોલીસે ફરિયાદ નોધી
બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
