હિરા ઉદ્યોગમાં મંદી વચ્ચે સાતમ- આઠમનું વેકેશન પડતા રત્નકલાકારોની સ્થિતિ કફોડી, વેકેશનનો પગાર આપવા માગ- Video
હિરા ઉદ્યોગને મંદીનું ગ્રહણ લાગ્યુ છે. મંદી વચ્ચે હિરા ઉદ્યોગમાં હાલ શ્રાવણ માસમાં સાતમ આઠમની રજાઓનું વેકેશન પાડતા રત્નકલાકારોની સ્થિતિ કફોડી બની છે. સુરત ડાયમંડ વર્કર યુનિયને વેકેશનનો પગાર આપવા માગ કરી છે.
છેલ્લા લાંબા સમયથી હિરા ઉદ્યોગ પર મંદીના વાદળો ઘેરાયા છે. છેલ્લા કેટલાય મહિનાઓથી હિરા ઉદ્યોગ મંદીનો માર સહન કરી રહ્યો છે. આ તમામ વચ્ચે હાલ સાતમ આઠમના તહેવારોનું વેકેશન પડતા રત્ન કલાકારોને જાણે પડતા પર પાટુ જેવી સ્થિતિ થઈ છે. ત્યારે સુરત ડાયમંડ વર્કર એસોસિએશને વેકેશનનો પગાર આપવા માગ કરી છે. નાયબ શ્રમ આયુક્તને લેખિતમાં રજૂઆત કરી છે.
વેકેશન પાડનારા હિરા કારખાનાની તપાસ માટે સ્કલોડ બનાવવા માગ કરી છે. કેટલા હિરાના કારખાના બંધ કરીને વેકેશન પાડ્યુ તેની તપાસની માગ કરાઈ છે. રત્નકલાકારોને વેકેશનનો પગાર ચૂકવાયો કે નહીં તેની તપાસની માગ કરાઈ છે. જો વેકેશનનો પગાર નહીં ચૂકવાયો હોય તો કાર્યવાહી કરવા જણાવ્યુ છે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
