AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આજનું હવામાન : ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જુઓ Video

આજનું હવામાન : ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જુઓ Video

| Updated on: Aug 16, 2025 | 7:37 AM
Share

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 16 ઓગસ્ટથી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ આજે હવામાન વિભાગે 18થી 20 ઓગસ્ટ સુધી રાજ્યમાં ઓરેન્જ અલર્ટ જાહેર કર્યું છે.માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. ત્યારે 18 ઓગસ્ટે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જો કે ત્યારબાદ 21 ઓગસ્ટથી વરસાદનું જોર ઘટવાની સંભાવના છે.

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતના અનેક વિસ્તારોમાં અનરાધાર વરસાદ પડશે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આજે 20 ઓગસ્ટ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડી શકે છે. 16થી 20 ઓગસ્ટ સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોને મેઘરાજા ઘમરોળશે. તો દક્ષિણ ગુજરાતમાં 27 ઓગસ્ટ સુધી ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ, દ્વારકા, પોરબંદર અને જામનગરમાં ભારે વરસાદ પડશે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડવાની શક્યતા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Aug 16, 2025 07:37 AM
g clip-path="url(#clip0_868_265)">