અંબાલાલ પટેલની મોટી આગાહી, આ દિવસે ગુજરાતમાં પડશે કમોસમી વરસાદ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર રાજ્યના કેટલાક ભાગોમાં હળવા માવઠું થવાની અને તાપમાન વધવાની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં માવઠું પડવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. તો કચ્છમાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદની આગાહી કરાઈ છે.
ગુજરાત પર ફરી માવઠાનું સંકટ ઘેરાયું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર રાજ્યના કેટલાક ભાગોમાં હળવા માવઠું થવાની અને તાપમાન વધવાની આગાહી કરી છે. 25થી 27 ફેબ્રુઆરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં માવઠું પડશે. કચ્છમાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદની આગાહી કરાઈ છે.
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 26મી ફેબ્રુઆરીથી રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં 4 ડિગ્રીનો વધારો થઈ શકે છે. આ સાથે ઠંડી ગાયબ થઈ ગઈ હોય તેવો અહેસાસ થશે. રાજ્યમાં વાદળો આવવાથી ગરમીનું પ્રમાણ વધવાની શક્યતાઓ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. 28મી ફેબ્રુઆરીથી રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધશે, જોકે અનેક જગ્યાએ માવઠું પણ પડી શકે છે. 1થી 5 માર્ચ દરમિયાન પણ કમોસમી વરસાદની શક્યતા છે, તો 15 માર્ચ બાદ તાપમાનમાં વધારો થવાની શક્યતા છે.

