AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પોરબંદર વીડિયો : અરબી સમુદ્રમાંથી ઝડપાયેલ ડ્રગ્સ કેસના આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર

પોરબંદર વીડિયો : અરબી સમુદ્રમાંથી ઝડપાયેલ ડ્રગ્સ કેસના આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 29, 2024 | 3:00 PM
Share

અરબી સમુદ્રમાં ડ્રગ્સના જથ્થા સાથેની બોટ અને 5 પાકિસ્તાની ક્રુ મેમ્બરની પણ ધરપકડ કરી હતી. જે અલગ અલગ 3 પ્રકારના 3100 કરોડના ડ્રગ્સ લઈને આવ્યા હતા. સમગ્ર મામલે પોરબંદર નવી મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જ્યાં તમામ આરોપીઓના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે.

ગુજરાતનો દરિયા કિનારો ડ્રગ્સ માફિયા માટે પહેલી પસંદ બન્યો હોય તેવુ લાગી રહ્યુ છે. ફરી એક વખત ડ્રગ્સ ઝડપાયું છે. NCB, ગુજરાત ATS તથા નેવી સહિતની સુરક્ષા એજન્સીઓએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. ડ્રગ્સના જથ્થા સાથેની બોટ અને 5 પાકિસ્તાની ક્રુ મેમ્બરની પણ ધરપકડ કરી છે.જે અલગ અલગ 3 પ્રકારના 3100 કરોડના ડ્રગ્સ લઈને આવ્યા હતા.સમગ્ર મામલે પોરબંદર નવી મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

તમામ 5 આરોપીઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે. NCBએ કોર્ટ પાસે 5 આરોપીના સાત દિવસના રિમાન્ડ માગ્યા હતા. પરંતુ કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ઝડપાયેલા પાંચેય આરોપીઓ પાસેથી કોઈ આઈકાર્ડ કે ઓળખ પત્ર મળેલુ નથી. આ ઉપરાંત તમામ આરોપીઓ પાસે માછીમારીનો કોઈ પણ પ્રકારનો સામાન મળ્યો નથી.અરબી સમુદ્રમાંથી ડ્રગ્સ સાથે ઝડપાયેલી બોટ મદ્રાસ નજીકના સમુદ્રમાં માલ આપવાના હતા. તે દરમિયાન સુરક્ષા એજન્સીઓ એ ઝડપી લીધા હતા.

( વીથ ઈનપુટ – હિતેશ ઠકરાર )

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">