Ahmedabad Crime : અનૈતિક સંબંધનો શંકાસ્પદ કિસ્સો… ઇસનપુર કેડિલા બ્રિજ નજીક યુવકની ગળું કાપી હત્યા, જુઓ Video
ઇસનપુર કેડિલા બ્રિજ પાસે યુવકનું ગળું કાપી ને ક્રૂરતા થી હત્યા કરાઈ. એક અજાણ્યા શખ્સ એ યુવક પાસે લિફ્ટ માગી ને ગળું કાપી ને હત્યા કરી. અનૈતિક સબંધ માં હત્યા થઇ હોવાની આશંકા છે. ઇસનપુર પોલીસે હત્યાનો ગુનો નોધી તપાસ શરૂ કરી. શું હતી સમગ્ર ધટના જોઈએ આ અહેવાલ...
અમદાવાદના ઇસનપુર માં આવેલ કેડિલા બ્રિજ નજીક યુવકનું ગળું કાપીને ધાતકી હત્યા કરવામાં આવી. ધટનાની વાત કર્યે તો નરોડા પાટિયા વિસ્તારમાં રહેતા અને સોલાર લગાવવાનું કામ કરતા અજીજખાન પઠાણ ગત 02 તારીખે મોડી રાત્રે ઘોડાસર કેડિલા બ્રિજ નીચે થી પસાર થઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા શખ્સે લિફ્ટ માગી હતી અને અજીજખાને કેડિલા બ્રિજ લઈ ને ગળું કાપી હત્યા કરી હતી.
ઘટના સ્થળ પર થી પોલીસને છરીનું કવર અને એક ચશ્મા મળી આવ્યા હતા. જેથી હત્યા છરીથી ગળું કાપીને કરવામાં આવી છે.
પોલીસ તપાસ કરતા મૃતક અજીજખાન પઠાણના લગ્ન વર્ષ 2009 માં થયા હતા..ત્રણ બાળકો અને પત્ની સાથે તેઓ નરોડા માં રહેતા હતા. પરંતુ ત્રણેક વર્ષ પહેલા પત્ની સાથે મન દુઃખ થતા છૂટા છેડા લીધા હતા. ત્યારબાદ તેની પત્ની વટવા ખાતે બાળકો સાથે રહેતી હતી.
પત્ની અને બાળકોને મળવા માટે વટવા જતો અજીજખાન પઠાણ
બે મહિના પહેલા મૃતક ના માતાનું મૃત્યુ થતા તેની પત્ની પણ તેમના ઘરે આવી હતી.આ સમયગાળા દરમિયાન બંને એ ફરી થી સાથે રહેવાનું નક્કી કર્યું હતું. અને રમજાન માસ બાદ નિકાહ કરવાનું નક્કી કર્યું હતું. ત્યાર થી અજીજખાન પઠાણ અવાર નવાર તેની પત્ની અને બાળકોને મળવા માટે વટવા જતો હતો.
આ હત્યા કેસમાં અનૈતિક સંબંધ હોવાની આશંકા પોલીસે વ્યક્ત કરી છે..હત્યા પાછળ મૃતક ના પૂર્વ પત્ની ના પ્રેમીની સંડોવણી હોવાની શક્યતા ને લઈ આસપાસ ના સીસીટીવી ફૂટેજ ના આધારે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે..