AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અમદાવાદના સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ ! દાનમાં મળેલ જમીન બારોબાર મુસ્લિમને વેચી માર્યાનો આક્ષેપ

અમદાવાદના જગન્નાથ મંદિરના કથિત કરોડો રૂપિયાના કૌંભાડને જોતા, જમીન અંગે કરાયેલ ફરિયાદોની તટસ્થ તપાસ અર્થે SITની રચના કરવી જોઈએ અને તેના દ્વારા તલસ્પર્શી તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. મંદિરને દાનમાં મળેલ જમીન મૂળ માલિકીના નામે પરત કરવી જોઈએ. જગન્નાથ મંદિરનો સમગ્ર વહીવટ સરકાર હસ્તક લેઈ લેવો જોઈએ. જમીન કૌંભાડમાં સંડોવાયેલા સામે દાખલો બેસે તેવી કાનુની કાર્યવાહી કરવી જોઈએ તેવી માગણી કરવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 08, 2026 | 3:07 PM
Share

અમદાવાદ શહેરના સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરના વહીવટકર્તાઓએ, કરોડોનુ જમીન કૌંભાડ આચર્યું હોવાનો આક્ષેપ કરતા સામાજીક કાર્યકરે એવી માંગણી કરી છે કે, જગન્નાથ મંદિરનો વહીવટ સરકાર હસ્તક લઈ લેવો જોઈએ.

અમદાવાદ સ્થિત સામાજીક કાર્યકરે જગન્નાથ મંદિરના વહીવટકર્તાઓએ સામે એવો ગંભીર આક્ષેપ કર્યો છે કે, જગન્નાથ મંદિરના ઉપયોગ માટે દાનમાં આપવામાં આવેલ જમીન, મંદિરના વહીવટકર્તાઓએ બારોબાર મુસ્લિમને વેચી મારી છે. દોઢ લાખ ચોરસવાર જમીન 1992માં કાયમી ભાડા પટ્ટાએ આપી હતી. જે પૈકી અઠ્ઠાવીસ હજાર વાર જમીનનો એક હિસ્સો બરોબર મફતના ભાવે યાસીન ગણીભાઈ ઘાંચી નામના એક મુસ્લિમ પેટા ભાડે આપી દેવામાં આવી છે.

અમદાવાદના જગન્નાથ મંદિરના કથિત કરોડો રૂપિયાના કૌંભાડને જોતા, જમીન અંગે કરાયેલ ફરિયાદોની તટસ્થ તપાસ અર્થે SITની રચના કરવી જોઈએ અને તેના દ્વારા તલસ્પર્શી તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. મંદિરને દાનમાં મળેલ જમીન મૂળ માલિકીના નામે પરત કરવી જોઈએ. જગન્નાથ મંદિરનો સમગ્ર વહીવટ સરકાર હસ્તક લેઈ લેવો જોઈએ. જમીન કૌંભાડમાં સંડોવાયેલા સામે દાખલો બેસે તેવી કાનુની કાર્યવાહી કરવી જોઈએ તેવી માગણી કરવામાં આવી છે.

આ સમગ્ર કૌંભાડ અંગે જ્યારે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીને પુછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, આ સમગ્ર મામલો હાલ કોર્ટમાં ન્યાય માટે પડતર છે. તેથી આ મુદ્દે તેઓ વધુ કાંઈ કહી શકે તેમ નથી.

Breaking News : ચૂંટણી ટાણે જ કોંગ્રેસને ફટકો, અમદાવાદના બહેરામપુરા વોર્ડના પૂર્વ કોર્પોરેટરની ધરપકડ

Follow Us
અમદાવાદમાં લાંબી રાહ બાદ વરસાદનું આગમન
અમદાવાદમાં લાંબી રાહ બાદ વરસાદનું આગમન
દમણમાં ઊછળ્યા 10 ફૂટ ઊંચા મોજા, પ્રવાસીઓને દરિયાકિનારે ન જવા સૂચના
દમણમાં ઊછળ્યા 10 ફૂટ ઊંચા મોજા, પ્રવાસીઓને દરિયાકિનારે ન જવા સૂચના
અમરેલી જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર, સ્થાનિક નદીઓમાં આવ્યા નવા નીર
અમરેલી જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર, સ્થાનિક નદીઓમાં આવ્યા નવા નીર
હવામાન વિભાગે સાંજના 7 વાગ્યા સુધી જાહેર કર્યું નાઉકાસ્ટ
હવામાન વિભાગે સાંજના 7 વાગ્યા સુધી જાહેર કર્યું નાઉકાસ્ટ
નવજાત બાળકની માતા શકુંતલા વસાવાને હાઈકોર્ટમાંથી મળ્યા જામીન
નવજાત બાળકની માતા શકુંતલા વસાવાને હાઈકોર્ટમાંથી મળ્યા જામીન
અમેરિકામાં ગુજરાતી પરિવારના ત્રણ સભ્યોના કરૂણ મોત, જુઓ Video
અમેરિકામાં ગુજરાતી પરિવારના ત્રણ સભ્યોના કરૂણ મોત, જુઓ Video
5 સિસ્ટમ સક્રિય, દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી
5 સિસ્ટમ સક્રિય, દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી
માંજલપુર બેઠકની પેટાચૂંટણીની જાહેરાત, યોગેશ પટેલની ખાલી સીટ પર મતદાન
માંજલપુર બેઠકની પેટાચૂંટણીની જાહેરાત, યોગેશ પટેલની ખાલી સીટ પર મતદાન
નવસારીમાં રસ્તાની વચ્ચો વચ પડ્યો મસ મોટો ભૂવો
નવસારીમાં રસ્તાની વચ્ચો વચ પડ્યો મસ મોટો ભૂવો
મોતનો કૂવો બની ખુલ્લી ગટર, જુઓ CCTV ફૂટેજ
મોતનો કૂવો બની ખુલ્લી ગટર, જુઓ CCTV ફૂટેજ
g clip-path="url(#clip0_868_265)">