AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ચૂંટણી ટાણે જ કોંગ્રેસને ફટકો, અમદાવાદના બહેરામપુરા વોર્ડના પૂર્વ કોર્પોરેટરની ધરપકડ

Breaking News : ચૂંટણી ટાણે જ કોંગ્રેસને ફટકો, અમદાવાદના બહેરામપુરા વોર્ડના પૂર્વ કોર્પોરેટરની ધરપકડ

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 08, 2026 | 2:17 PM
Share

અમદાવાદ શહેરના બહેરામપુરા વોર્ડના પૂર્વ કોર્પોરેટર તસ્લીમ આલમ તીરમીજીની, કપડવંજ પોલીસે ગત મોડી રાત્રે ધરપકડ કરતા, કોંગ્રેસને આંચકો લાગ્યો છે. બહેરામપુરા વોર્ડ એ વર્ષોથી કોંગ્રેસનો ગઢ ગણાતો આવ્યો છે. આ વોર્ડમાંથી કોંગ્રેસની આખે આખી પેનલ જીતતી આવી છે.

અમદાવાદ મહાનગરપાલિકાની આગામી 26મી એપ્રિલના રોજ ચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણીમાં કોંગ્રેસના ગઢ ગણાતા બહેરામપુરા વોર્ડના પૂર્વ કોર્પોરેટરની પોલીસે, બોગસ ખેડૂત અને ખોટી રીતે ખેતીની જમીન ખરીદવા બાબતે ધરપકડ કરવામાં આવી છે.

અમદાવાદ શહેરના બહેરામપુરા વોર્ડના પૂર્વ કોર્પોરેટર તસ્લીમ આલમ તીરમીજીની, કપડવંજ પોલીસે ગત મોડી રાત્રે ધરપકડ કરતા, કોંગ્રેસને આંચકો લાગ્યો છે. બહેરામપુરા વોર્ડ એ વર્ષોથી કોંગ્રેસનો ગઢ ગણાતો આવ્યો છે. આ વોર્ડમાંથી કોંગ્રેસની આખે આખી પેનલ જીતતી આવી છે. બહેરામપુરા વોર્ડમાંથી કોંગ્રેસની ટિકિટ પર ગત ટર્મમાં કોર્પોરેટર બનેલા તસ્લીમ આલમ તીરમીજીની પોલીસે એવા આરોપસર ધરપકડ કરી છે કે, તસ્લીમ આલમે, કપડવંજમાં બોગસ ખેડૂત બનીને ખેતીની જમીન ખરીદી છે, આ બાબતે તેમની ધરપકડ કરવામાં આવી છે.

તસ્લીમ આલમ સામે કપડવંજના પુનાદરા ગામમાં ખેડૂત બનવા ખોટું પેઢીનામું કર્યું હોવાનો આક્ષેપ કરાયો હતો. જે અંગે કપડવંજ પોલીસે ગઈકાલે મોડીરાત્રે તસ્લીમ આલમ તીરમીજીની ધરપકડ કરવામાં આવી હતી. અમદાવાદ મહાનગરપાલિકાની આગામી 26મી એપ્રિલે ચૂંટણી યોજાનાર છે તેવા સમયે જ કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરની બનાવટી ખેડૂત અને ખોટા દસ્તાવેજોના કેસમાં ધરપકડ કરતા કોંગ્રેસને રાજકીય આંચકો લાગ્યો છે.

With input Narendra Rathore-Ahmedabad

અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, એકતાનગરમાં યોજાનારી CWG-2030ના સ્થળોના નિરિક્ષણ માટે કોમનવેલ્થ સ્પોર્ટ ટિમ ગુજરાતની મુલાકાતે

Published on: Apr 08, 2026 02:13 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">