અમદાવાદ: બોર્ડ પરીક્ષા પૂર્ણ થતા પહેલા CCTVની ચકાસણી, ગેરરીતિ અને કોપી કેસ ઝડપી પાડવા તપાસ તેજ- Video
બોર્ડ પરીક્ષા પૂર્ણ થાય એ પહેલા CCTVની ચકાસણી હાથ ધરાઈ છે. દરેક ઝોનમાં વર્ગખંડના સીસીટીવીની તપાસ હાથ ધરવામાં આવી છે. પરીક્ષા ખંડમાં વિદ્યાર્થીઓ દ્વારા આચરાતી ગેરરીતિ અને કોપી કેસ ઝડપી પાડવા સઘન તપાસ હાથ ધરાઈ છે.
અમદાવાદ: બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થાય તે પહેલા વર્ગખંડના સીસીટીવી મેળવી તેની ચકાસણી શરૂ કરવામાં આવી છે. દરેક ઝોનમાં વર્ગખંડના સીસીટીની તપાસ હાથ ધરાઈ છે. ગેરરીતિ અને કોપી કેસ ઝડપી સઘન તપાસ હાથ ધરી શકાય તેમજ વહેલુ પરિણામ જાહેર કરી શકાય તે માટે આ કામગીરી વહેલી શરૂ કરી દેવાઈ છે.
આ વર્ષે રાજ્યભરમાં ધોરણ 10માં 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. બોર્ડ દ્વારા તૈયાર કરાયેલા કંટ્રોલરૂમમાં તમામ પરીક્ષાખંડના સીસીટીવી મેળવી તેની ચકાસણી શરૂ કરી દેવાઈ છે. આ સીસીટીવીને આધારે ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરવામાં આવે છે. આથી કોઈપણ પ્રકારની ગેરરીતિ થઈ છે કે નહીં તે ધ્યાને આવે છે.
નિરીક્ષકની નજરમાંથી બચી જતા વિદ્યાર્થી પર સીસીટીવીની બાઝ નજર
બોર્ડ દ્વારા 26મી માર્ચ સુધીમાં સીસીટીવીની ચકાસણી પુરી કરવાનો સમયગાળો આપવામાં આવ્યો છે. આ તપાસ દરમિયાન પરીક્ષાખંડમાં વિદ્યાર્થીઓ એકબીજામાંથી કોપી કરતા હોય કે પ્રશ્નપત્રની આપલે કરતા હોય, આન્સરશીટની અદલાબદલી કરતા હોય તો તે કેસને અલગ તારવવામાં આવે છે. આવા કેસમાં જે તે સ્થળ સંચાલકને બોલાવી તે વિદ્યાર્થીનો સીટ નંબર મેળવી વિદ્યાર્થીના વાલી, વિદ્યાર્થી અને જેતે પરીક્ષા સ્થળ સંચાલકને બોલાવવામાં આવશે. આ તમામને સાથે રાખી તેની સુનાવણી કરવામાં આવશે. આ તમામ કાર્યવાહી રિઝલ્ટ પહેલા હાથ ધરવામાં આવશે.
આ વર્ષે બોર્ડ દ્વારા જલ્દી પરિણામ તૈયાર કરવાનુ કહેવામાં આવ્યુ હોવાથી સીસીટીવીની ચકાસણી પણ વહેલી હાથ ધરી દેવામાં આવી છે.
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
