વીડિયો : તહેવારો વચ્ચે ગુજરાતમાં ફૂડ અને ડ્રગ વિભાગનો સપાટો, સુરત,વલસાડ,અમદાવાદમાં શંકાસ્પદ ખાદ્યપદાર્થ ઝડપ્યો
સુરત અને વલસાડ ખાતેથી અંદાજે રૂા.6.24 લાખથી વધુનો 1,863 કિલોગ્રામ ઘી અને તેલનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો છે. સુરત અને વલસાડ ખાતેથી ખોરાક-ઔષધ નિયમન તંત્રના અધિકારીઓ દ્વારા અંદાજે 6.24 લાખ રુપિયાથી વધુનો 1,863 કિલોગ્રામ ઘી અને તેલનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
ગુજરાતમાં દિવાળીનો માહોલ જામ્યો છે. આજથી દિવાળીનો તહેવાર શરુ થઇ ગયો છે. ત્યારે રાજ્યમાં ફૂડ અને ડ્રગ વિભાગે સપાટો બોલાવ્યો છે. સુરત, અમદાવાદ અને વલસાડમાં ફૂડ અને ડ્રગ વિભાગે કાર્યવાહી કરી છે. જેના પગલે રાજ્યમાં રૂ.6.24 લાખથી વધુનો શંકાસ્પદ ખાદ્યપદાર્થ જપ્ત કરવામાં આવ્યો છે.
સુરત અને વલસાડ ખાતેથી અંદાજે રૂા.6.24 લાખથી વધુનો 1,863 કિલોગ્રામ ઘી અને તેલનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો છે. સુરત અને વલસાડ ખાતેથી ખોરાક-ઔષધ નિયમન તંત્રના અધિકારીઓ દ્વારા અંદાજે 6.24 લાખ રુપિયાથી વધુનો 1,863 કિલોગ્રામ ઘી અને તેલનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ જથ્થાના વિવિધ 09 જેટલા નમૂના લઇને તેની તપાસ કરવામાં આવી રહી છે.
વાપીની શિવશક્તિ ઓઇલ મિલમાંથી શંકાસ્પદ તેલ જપ્ત કરવામાં આવ્યો છે. અહીંથી રાઇના તેલ અને રાઇસ બ્રાન તેલના સેમ્પલ લેવામાં આવ્યા છે,તો સન એગ્રો અને વાઇબ્રન્ટ બિઝનેસ પાર્કમાં પણ તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત સુરતના ખટોદરામાં આવેલી 24 કેરેટ મીઠાઇ મેજીકમાં પણ તપાસ કરીને નમૂના લેવામાં આવ્યા હતા.
આ પણ વાંચો- વીડિયો : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આવતીકાલે આવશે ગુજરાત, પરિવાર સાથે મનાવશે દિવાળીનો પર્વ
તો સમગ્ર મામલે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે પણ નિવેદન આપ્યું છે. ઋષિકેશ પટેલે કહ્યુ કે, ભેળસેળીયાઓ પર કાર્યવાહી કરવા મુખ્યપ્રધાને પોતે જ આદેશ કર્યા છે. કારણ કે વધુ નફો મેળવવા જો કોઇ આ પ્રકારની હરકત કરે છે તો કાર્યવાહી થશે જ.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
