Ahmedabad : સ્માર્ટ સિટીની જર્જરતિ શાળા ! અહીંયા તો વિદ્યાર્થીઓના જીવને પણ જોખમ છે – જુઓ Video
કોતરપુર બાદ હવે સરદારનગર ઈંગ્લિશ સ્કૂલની હાલત પણ અત્યંત નાજુક બની છે. 50 વર્ષ જૂની આ શાળાની ઈમારતના 10 વર્ગખંડોમાંથી સાત વર્ગખંડ જર્જરિત હાલતમાં જોવા મળ્યા છે.
અમદાવાદમાં કોતરપુર બાદ હવે સરદારનગર ઈંગ્લિશ સ્કૂલની હાલત પણ અત્યંત નાજુક બની છે. 50 વર્ષ જૂની આ શાળાની ઈમારતના 10 વર્ગખંડમાંથી સાત વર્ગખંડ જર્જરિત હાલતમાં જોવા મળ્યા છે, જેના કારણે તેમને તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યા છે.
હાલ ત્રણ જ વર્ગખંડમાં વિદ્યાર્થીઓને ભણાવવામાં આવી રહ્યાં છે. બીજું કે, બહારની બાજુ નીકળતા સળિયા વિદ્યાર્થીઓના જીવ માટે જોખમરૂપ બન્યા છે. જર્જરિત વર્ગખંડ બંધ થતા, બાળકોને એ જ પ્રિમાઇસીસમાં આવેલી ગુજરાતી અને હિંદી માધ્યમની શાળાની ઈમારતમાં બે રૂમ ફાળવવામાં આવ્યા છે.
નોંધનીય છે કે, નવી બિલ્ડીંગમાં ભણતા વિદ્યાર્થીઓને પણ લોબીમાં બેસીને ભણવું પડે એવી સ્થિતિ સર્જાઈ છે. શાસનાધિકારીઓનું કહેવું છે કે, પેસેજમાં વિદ્યાર્થીઓ પ્રાર્થના સભા માટે ભેગા તો થાય છે પરંતુ સ્થળ પરના દ્રશ્યો કંઈક જુદી હકીકત બતાવી રહ્યા છે.
હવે સવાલ એ પણ ઊભો થાય છે કે, શું નવી ઈમારતનું નિર્માણ આ બિલ્ડીંગમાં કરવામાં આવ્યું ત્યારે વધારાના વર્ગો સાથે પ્લાનિંગ કરીને બનવવામાં આવ્યું હશે કે નહી? વધુ વિદ્યાર્થીઓ એડમિશન લઈ ભણવા આવે એ માટેની વ્યવસ્થા કેમ ન કરવામાં આવી? આવા સવાલો ઊભા થતાં હવે બાળકોની અભ્યાસ પરિસ્થિતિ પણ ગંભીર ચિંતાનો વિષય બની છે.
Input : Sachin Patil
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
