Ahmedabad: શેહઝાદ ખાન પઠાણે મેયરને થર્મોકોલનું ક્રુઝ આપી હાલ પુરતી રિવર ક્રુઝ સેવા બંધ રાખવા આપ્યુ આવેદનપત્ર

Ahmedabad: અમદાવાદમાં તાજેતરમાં શરૂ કરવામાં આવી ક્રુઝ સેવા વિવાદનું કારણ બની છે. કોર્પોરેશનમાં વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણે હાલ પુરતુ સાબરમતી નદીમાં રિવર ક્રુઝ નહીં ચલાવવા માગ કરી છે.

Ahmedabad: શેહઝાદ ખાન પઠાણે મેયરને થર્મોકોલનું ક્રુઝ આપી હાલ પુરતી રિવર ક્રુઝ સેવા બંધ રાખવા આપ્યુ આવેદનપત્ર
Follow Us:
Jignesh Patel
| Edited By: | Updated on: Jul 13, 2023 | 9:18 PM

Ahmedabad: અમદાવાદની સાAdd Newબરમતી નદીમાં થોડા દિવસ પૂર્વે જ શરૂ થયેલ નવું નજરાણું ક્રૂઝ સેવા હવે વિવાદનું કારણ બનતું જોવા મળી રહ્યું છે. કોર્પોરેશનના વિપક્ષ નેતા શેહઝાદ ખાન પઠાણ અને મ્યુનિસિપલ કાઉન્સિલર્સ અને મોટી સંખ્યામાં કાર્યકરોએ હાલ પુરતુ સાબરમતી નદીમાં રીવર ક્રુઝ ચલાવવાનુ મોકુફ રાખવા મેયરને આવેદનપત્ર આપી માગ કરી છે.

તાજેતરમાં છેલ્લા અઠવાડિયે અમદાવાદમાં પડેલ વરસાદ બાદ વાસણા, નહેરુનગર, માણેકબાગ, સીજી રોડ, પાલડી સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આ રીવરક્રુઝ શરૂ કરવા માટે સાબરમતીમાં નદીમાં 134 જેટલુ પાણીનું લેવલ રાખવાને બદલે 128 પાણી લેવલ રાખવા માગ કરી છે. 134 વોટર લેવલ રાખવાને કારણે શહેરમાં ભારે વરસાદ બાદ શહેરના હાર્દ સમાન માણેકચોકની આજુબાજુના વિસ્તાર પણ જળમગ્ન બન્યો હતો.

ચોમાસા પુરતુ ક્રુઝ ન ચલાવવા વિપક્ષ  નેતા શેહઝાદ ખાન પઠાણે કરી માગ

વિપક્ષ નેતા શેહઝાદ ખાન પઠાણે મેયરને થર્મોકોલનું ક્રુઝ આપી હાલ પુરતુ નદીમાં રિવર ક્રુઝ ન ચલાવવા માગ કરી છે. વિપક્ષ નેતાએ આરોપ લગાવ્યો કે નદીમાં પાણીનું લેવલ વધુ રાખવાની મોટા ભાગની સ્ટ્રોમ વોટર લાઈનો બેક મારે છે અને નદીકાંઠાની આજુબાજુમાં આવેલ તમામ વિસ્તાર પાણીગ્રસ્ત થઇ જતા જો નદીમાં મહત્તમ 128 જેટલું પાણીનું લેવલ રાખવામાં આવે તો પાણી ભરાવાનો પ્રશ્ન ઉદ્ભવતો નથી.

રોહિત, વિરાટ, બુમરાહને આ સિરીઝમાં નહીં મળે તક, સામે આવ્યા મોટા સમાચાર
અહિં ફેરા ફરશે અનંત અંબાણી, જુઓ લગ્ન સ્થળની ભવ્યતા
જો તમારે ઉંમર કરતા 5 વર્ષ નાના દેખાવું હોય તો કરો આ કામ
Travel Tips : મુંબઈથી 100 કિલોમીટરની અંદર આવેલા છે આ ફરવા લાયક સ્થળો
દૂધ-કેળા સાથે ખાવાથી થાય છે આ 7 ગજબના ફાયદા, જાણો અહીં
Knowledge : ગુજરાતનું આ શહેર દેશનું સૌથી સસ્તું શહેર

પરંતુ તંત્રના અધિકારીઓ તથા સત્તાધારી ભાજપ દ્વારા નદીમાં 134 જેટલું પાણીનું લેવલ રાખવાથી ઉદ્ભવતી પ્રજાની મુશ્કેલીઓ તથા સમસ્યાને સમજવામાં ઉણાં ઉતર્યા છે. ટ્રાફિકજામ થવાની તથા પાણી ભરાવવાની આફત કુદરત સર્જીત કરતાં તંત્ર માનવ સર્જીત વધુ હોવાનું ચિત્ર ઉભું થયેલ છે. જે કમનસીબ બાબત છે આ બાબતે સત્તાધારી ભાજપના ધારાસભ્ય દ્વારા લેખિત રજુઆત કરવામાં આવી છે.

ક્રુઝને સફળ બનાવવા માટે અમદાવાદને ડૂબવા નહિ દઈએ – શેહઝાદ ખાન પઠાણ

અમદાવાદ શહેરમાં ચોમાસાની સીઝનમાં વરસાદમાં ઠેર ઠેર અમદાવાદના નગરજનો કુદરતી આપત્તીનો ભોગ બને છે. તાજેતરમાં પડેલ વરસાદને કારણે પાણી ભરાવવા તથા તમામ ડ્રેનેજ લાઇનો બેંક મારવાને કારણે શહેર જળબંબાકાર થવાથી નગરજનોને હાલાકીનો ભોગ બનવું પડેલ છે.

તાજેતરમાં પડેલ 3 થી 4 ઇંચ વરસાદમાં પ્રી-મોન્સુન પ્લાન નિષ્ફળ મુવીનું ટ્રેલર પ્રજાને અને સૌને જોવા મળેલ છે. તેમાંથી બોધપાઠ લેવાની જગ્યાએ ખોટી વાહવાહી મેળવવા સાબરમતી રીવરફન્ટ લી. દ્વારા બીજા કોઇ અન્ય વિચારો કર્યા વિના અણઘડ રીતે નદીમાં રીવર ક્રુઝનુ લોકાર્પણ પણ કરી દેવામાં આવ્યું. જેનો લાભ 10 ટકા એવા મોટા ભાગે સુખીસંપન્ન નાગરિકોને મળવાનો છે અને તેનો ભોગ સામાન્ય નાગરિકો બનશે જે સ્પષ્ટ પુરવાર થયુ છે.

આ પણ વાંચો: Ahmedabad: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે રિવર ક્રુઝનું ઈ-લોકાર્પણ, જુઓ Photos

પ્રી-મોન્સુન પ્લાનની કામગીરી દર વર્ષે નિષ્ફળ જતાં સામાન્ય વરસાદમાં પણ શહેરમાં તબાહીના દ્રશ્યો જોવા મળે છે. હજુ તો ચોમાસાની સિઝનના આગામી દિવસોમાં વધુ વરસાદ આવે તેવી ભીતી પણ છે ત્યારે કાયમી રીતે ચોમાસાની સિઝન દરમ્યાન વરસાદને કારણે સાબરમતી નદીમાં રીવરક્રુઝ ચલાવવાનું મોકુફ રાખવા તેમજ નદીમાં પાણીનુ લેવલ 128 થી વધુ નહી તે બાબતે જરૂરી વ્યવસ્થા ગોઠવવા કોંગ્રેસ પક્ષ દ્વારા મેયરને આવેદનપત્ર આપી માગ કરી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

ભાવનગરની રથયાત્રામાં ટેબ્લોને લઈને વિવાદ, શક્તિસિંહે કર્યા પ્રહાર
ભાવનગરની રથયાત્રામાં ટેબ્લોને લઈને વિવાદ, શક્તિસિંહે કર્યા પ્રહાર
સ્કૂલ વાન ચાલકોને લઈ વાલીઓએ શું ધ્યાન રાખવું જોઈએ? પ્રધાને આપી સલાહ
સ્કૂલ વાન ચાલકોને લઈ વાલીઓએ શું ધ્યાન રાખવું જોઈએ? પ્રધાને આપી સલાહ
પૂંજા વંશે રાજેશ ચુડાસમાને ફિલ્મી સ્ટાઈલમાં ફેંક્યો પડકાર- જુઓ Video
પૂંજા વંશે રાજેશ ચુડાસમાને ફિલ્મી સ્ટાઈલમાં ફેંક્યો પડકાર- જુઓ Video
વસ્ત્રાલમાં કારમાં આગ લાગવાની ઘટના, સમયસૂચકતા દાખવતા ચાલકનો બચાવ, જુઓ
વસ્ત્રાલમાં કારમાં આગ લાગવાની ઘટના, સમયસૂચકતા દાખવતા ચાલકનો બચાવ, જુઓ
સાબરમતી નદીમાં પ્રદૂષણ મુદ્દે AMC સામે હાઇકોર્ટે આકરી ટિપ્પણી કરી, જુઓ
સાબરમતી નદીમાં પ્રદૂષણ મુદ્દે AMC સામે હાઇકોર્ટે આકરી ટિપ્પણી કરી, જુઓ
ફરી ગુજરાતને ઘમરોળશે મેઘરાજા, સાત દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી- Video
ફરી ગુજરાતને ઘમરોળશે મેઘરાજા, સાત દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી- Video
અંબાલાલ પટેલની વરસાદને લઈને વધુ એક આગાહી, ગાજવીજ સાથે આવશે વરસાદ
અંબાલાલ પટેલની વરસાદને લઈને વધુ એક આગાહી, ગાજવીજ સાથે આવશે વરસાદ
કમોસમી વરસાદથી થયેલા નુકસાન અંગે 7 જિલ્લાના ખેડૂતોને ચૂકવાશે સહાય
કમોસમી વરસાદથી થયેલા નુકસાન અંગે 7 જિલ્લાના ખેડૂતોને ચૂકવાશે સહાય
ગુજરાતના આગામી CM કુંવરજીને બનાવવાની માગ પર જાણો બાવળિયાની પ્રતિક્રિયા
ગુજરાતના આગામી CM કુંવરજીને બનાવવાની માગ પર જાણો બાવળિયાની પ્રતિક્રિયા
સુરતના કીમ-ઓલપાડ હાઇવે પર પૂરપાટ ઝડપે જતી સ્કૂલવાન પલટી, જુઓ-CCTV
સુરતના કીમ-ઓલપાડ હાઇવે પર પૂરપાટ ઝડપે જતી સ્કૂલવાન પલટી, જુઓ-CCTV
g clip-path="url(#clip0_868_265)">