Ahmedabad : અમિત શાહે કર્યુ ફ્લોટિંગ રેસ્ટોરા ક્રૂઝનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન, હવે અમદાવાદીઓ નદી વચ્ચે જમવાની મજા માણી શકશે, જુઓ Video

અમદાવાદમાં આવેલી સાબરમતી નદીમાં શહેરીજનો રિવર ક્રુઝ ફ્લોટિંગ રેસ્ટોરન્ટની મજા માણી શકે એવું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યુ છે. આજે કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સાબરમતી રિવર ક્રુઝ ફ્લોટિંગ રેસ્ટોરેન્ટનું અમિત શાહ ( Amit Shah ) વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યુ છે.

Ahmedabad : અમિત શાહે કર્યુ ફ્લોટિંગ રેસ્ટોરા ક્રૂઝનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન, હવે અમદાવાદીઓ નદી વચ્ચે જમવાની મજા માણી શકશે, જુઓ Video
Amit Shah
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 02, 2023 | 3:11 PM

Ahmedabad : અમદાવાદમાં આવેલી સાબરમતી નદીમાં શહેરીજનો રિવર ક્રુઝ ફ્લોટિંગ રેસ્ટોરન્ટની મજા માણી શકે એવું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યુ છે. આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સાબરમતી રિવર ક્રુઝ ફ્લોટિંગ રેસ્ટોરેન્ટનું અમિત શાહ ( Amit Shah ) વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યુ છે.

આ પણ વાંચો : Auction Today : અમદાવાદના આશ્રમ રોડ પર ઓફિસની ઇ-હરાજી, જાણો વિગતો

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં આવેલી બોટ આજથી એક સપ્તાહ બાદ સાબરમતી રિવર ક્રુઝ ફ્લોટિંગ રેસ્ટોરેન્ટ કોમર્શિયલ ધોરણે કાર્યરત કરવામાં આવશે. AMCના મહત્વાકાંક્ષી સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ પ્રોજેક્ટમાં વધુ એક આકર્ષણનો ઉમેરો કરવામાં આવ્યો છે.

SRFDL દ્વારા PPP ધોરણે શરૂ થનારા ફ્લોટિંગ રેસ્ટોરાં રિવર ક્રૂઝમાં હવે શહેરીજનો વિદેશ કે ગોવાની જેમ જ પાણીની વચ્ચે બોટમાં બેસી અને જમવાની મજા લઈ શકશે. રૂ. 15 કરોડના ખર્ચે આ ફ્લોટિંગ રેસ્ટોરાં ક્રૂઝ તૈયાર કરવામાં આવ્યુ છે. આ રેસ્ટોરા ક્રૂઝની એજન્સી દ્વારા વાર્ષિક રૂ. 45 લાખની લાઇસન્સ ફી પેટે સાબરમતી રિવરફ્રન્ટ તંત્રને ચૂકવવામા આવશે. ગત ફેબ્રુઆરીમાં વલસાડના ઉમરગામથી આ ક્રૂઝને અમદાવાદ રિવરફ્રન્ટ પર લાવવામાં આવી હતી.

ક્રૂઝમાં મનોરંજનની પણ સુવિધા મળી રહેશે

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે દ્વારા જણાવવામાં આવ્યુ હતું કે, સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ હાથ ધરાયો ત્યારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વપ્ન હતું કે, સાબરમતી નદીમાં ક્રૂઝ રેસ્ટોરાં ઉપલ્બધ થાય અને સહેલાણી તેમજ નાગરિકોને આવી ક્રૂઝ રેસ્ટોરાંની મજા માણવા બહાર ન જવું પડશે નહીં.

ફ્લોટિંગ રેસ્ટોરન્ટમાં ઉપર અને નીચે એમ બે જગ્યાએ લોકો બેસીને જમવાની મજા માણી શકશે. ક્રૂઝની નીચેનો ભાગ કાચથી કવર કરવામાં આવ્યો છે. તેમજ સેન્ટ્રલ AC હશે. ક્રૂઝની પાછળના ભાગમાં કિચન બનાવવામાં આવશે. ક્રુઝમાં પ્રોજેક્ટર,Tv, લાઇટિંગ, DJ સાઉન્ડ સિસ્ટમ, લાઈફ સેવિંગ સિસ્ટમ, વગેરે સુવિધાઓ ઉપલ્બ છે. ક્રૂઝમાં બેસી બંને તરફ સાબરમતી નદીનો નજારો જોતા ફૂડની મજા માણી શકાય તે રીતે ટેબલ ગોઠવવામાં આવશે.

ફ્લોટિંગ રેસ્ટોરા ક્રૂઝની વિશેષતા

આ ક્રૂઝમાં સરદાર બ્રિજથી ગાંધી બ્રિજ સુધીના એક રાઉન્ડ માટે દોઢ કલાકનો સમય લાગશે. તેમજ સરદાર બ્રિજ અને અટલ બિજ વચ્ચે જેટી તૈયાર કરવામાં આવશે. ચોમાસા અને શિયાળામાં પણ ફ્લોટિંગ રેસ્ટોરાં ફૂઝમાં બેસી અને ફૂડની મજા માણી શકાય તે માટે ઉપરથી તેને ઢાંકી દેવામાં આવશે. આ ફ્લોટિંગ રેસ્ટોરન્ટની વિશષેતા શુ છે જેની પર નજર કરીએ. બે માળની ફૂઝ કમ ફ્લોટિંગ રેસ્ટોરાંમાં પહેલા માળે AC કેબિન અને ઉપરના માળે ઓપન સ્પેસ રાખવામાં આવી છે. ક્રુઝમાં એક સાથે 125 થી 150 લોકો બેસી શકશે. લાઈવ શો, મ્યુઝિક પાર્ટી, બર્થડે પાર્ટી, ઓફ્સિ મિટિંગ થઈ શકશે.

 અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">