અમદાવાદના માધુપુરામાં તસ્કરોએ 10.32 લાખની આચરી ચોરી, બુકાનીધારી બે શખ્શો CCTVમાં કેદ

ઠંડીની શરુઆત સાથે જ હવે ચોરીના બનાવોની શરુઆત થઈ છે. અમદાવાદ શહેરના ભરચક વિસ્તાર ગણાતા માધુપુરામાં પણ એક વેપારીની ઓફિસમાં રાત્રી દરમિયાન તસ્કરો બાથરુમની જાળી તોડીને અંદર ઘૂસ્યા હતા. દુકાનમાંથી 10.32 લાખની ચોરી કરીને બુકાનીધારી તસ્કરો અંધારામાં પલાયન થઈ ગયા હતા. પોલીસે હવે સીસીટીવી આધારે તપાસ શરુ કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 04, 2023 | 5:07 PM

અમદાવાદ શહેરમાં તસ્કરોએ ઠંડીની શરુઆત સાથે જ હવે ત્રાસ વધારવો શરુ કરી દીધો છે. શહેરના માધુપુરા વિસ્તારમાં તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. તસ્કરોએ એક એલઈડી સ્ક્રીનના વેપારીને ત્યાં તસ્કરોએ ત્રાટકીને 10 લાખ 32 હજાર રુપિયાની મત્તાની ચોરી આચરી છે. તસ્કરોએ બાથરુમની બારીમાં થઈને ઓફિસમાં પ્રવેશ કરીને ચોરી કરી છે.

આ પણ વાંચોઃ નકલી દવાઓનો કારોબાર, સુરતના વિશાલ ગાંધી સહિત 4 સામે હિંમતનગર પોલીસે FIR નોંધી

તસ્કરોએ બાથરુમની જાળી તોડીને મોંઢે રુમાલ જેવા કપડાથી બાંધીને ઓફિસમાં પહોંચે છે. જે દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. જેને લઈ હવે સ્થાનિક પોલીસ દ્વારા સીસીટીવી દ્રશ્યો આધારે ચોરીનો ભેદ ઉકેલવા માટે પ્રયાસ શરુ કર્યો છે. ઠંડીની સિઝન શરુ થવા સાથે જ હવે તસ્કરો શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં ચોરીઓ આચરવાની ઘટનાઓના પ્રમાણમાં સામાન્ય રીતે વધારો જોવામાં આવતો હોય છે. અમદાવાદમાં પોલીસે તસ્કરો સામે જોકે દિવાળીને લઈ આયોજન ઘડ્યુ છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">