નકલી દવાઓનો કારોબાર, સુરતના વિશાલ ગાંધી સહિત 4 સામે હિંમતનગર પોલીસે FIR નોંધી

હિંમતનગરમાંથી ઝડપાયેલ બનાવટી દવાઓ ઝેર સમાન હોવાનુ ડ્રગ્સ ઈન્સ્પેક્ટરે ફરિયાદમાં જણાવ્યુ છે. હિંમતનગરમાંથી જથ્થો ઝડપાયા બાદ સુરતના વિશાલ ગાંધી પાસે વધુ વિશાળ જથ્થો હોવાની આશંકા વ્યક્ત કરી છે. સાથે જ ફરિયાદમાં નોંધ્યુ છે કે, આરોપીઓએ દેશ વ્યાપી બનાવટી દવાઓ વેચાણ કરી હોઈ શકે છે. બિમારીને દૂર કરવાને બદલે બનાવટી દવાઓ વડે લોકોને મોતના મુખમાં ધકેલવા રુપ નકલી દવાઓને મામલે તપાસ શરુ કરવામાં આવી છે.

Follow Us:
| Updated on: Nov 04, 2023 | 4:13 PM

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં થોડાક સમય અગાઉ ઔષધ નિયમન વિભાગ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. શહેરના ગીરધરનગર વિસ્તારમાં આવેલ આશાપુરા મેડીકલ એજન્સીમાંથી 22 લાખ રુપિયાથી વધુની શંકાસ્પદ દવાઓનો જથ્થો સીઝ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દવાઓના આ જથ્થા મામલે હવે ઔષધ નિરીક્ષક કેવી પરમારે હિંમતનગર શહેરના બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચોઃ સાડા ત્રણ વર્ષનુ બાળક સગાંની અંતિમયાત્રામાં જઈ રહેલા પિતાની પાછળ જતા ખોવાયુ, પોલીસે શોધ્યો પરિવાર

દવાઓનો જથ્થો બનાવટી અને ભેળસેળ ધરાવતો હોવાને લઈ ડ્રગ્સ ઈન્સપેક્ટર દ્વારા આ મામલે એજન્સી સહિત 4 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં સુરતના અડાજણ વિસ્તારથી દવાઓનો જથ્થો મંગાવાતો હોવાનુ સામે આવ્યુ છે. સુરતના વિશાલ રમેશભાઈ ગાંધી સામે ગુનો નોંધીને તપાસ શરુ કરાઈ છે.

સુરતથી સપ્લાય થતી હતી દવા

દરોડો પાડીને 22 લાખ રુપિયાથી વધારે કિંમતનો જથ્થો સીઝ કર્યા બાદ દવાના સેમ્પલને પરિક્ષણ માટે વડોદરા મોકલવામા આવ્યા હતા. જ્યાં દવાઓનો જથ્થો બનાવટી હોવાનુ સામે આવતા જ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. છેલ્લા ચારેક માસથી સંપર્કમાં રહીને સુરતના વિશાલ ગાંધી પાસેથી ત્રણેક વાર મોટા જથ્થામા દવાઓને ખરીદ કરવામાં આવી હતી. જે બીલ વિના જ કરવામાં આવી હતી. વિશાલ ગાંધી ઉદયપુરમાં આશાપુરા મેડીકલ એજન્સીના માલીક હરેશ રતીલાલને મળ્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 05-12-2024
Carrot Juice : વિટામીન A થી છે ભરપૂર, ગાજરનું જ્યૂસ તમારી વધારશે સ્ટેમિના
Vastu Tips : બાથરુમનો દરવાજો ખુલ્લો રાખવો જોઈએ કે નહીં ?
આજનું રાશિફળ તારીખ : 04-12-2024
લગ્નના 3 વર્ષ બાદ અભિનેત્રીએ જોડિયા બાળકોને જન્મ આપ્યો , જુઓ ફોટો
Coconut Water benifits : શિયાળામાં નારિયેળ પાણી પીવાના છે અઢળક ફાયદા

નકલી દવાઓનો જથ્થો ખાનગી લોકો ઉપરાંત તબિબી પ્રેક્ટિસ કરતા ખાનગી ડોક્ટરો કે જે બોગસ ડીગ્રી ધારક છે તેમને પણ આપતા હતા. ભદ્રેસરના ડોક્ટર મનોજભાઈને પણ મોટો જથ્થો આપ્યો હોવાનુ ફરિયાદમાં નોંધવામાં આવ્યુ છે.

દેશ વ્યાપી વેચાણની આશંકા

ફરિયાદમાં નોંધવામાં આવ્યુ છે કે, આરોપીઓએ દેશ વ્યાપી રીતે બનાવટી દવાઓનુ વેચાણ કર્યુ હોઈ શકે છે. આરોપી વિશાલ ગાંધી પાસેથી વધારે મોટો જથ્થો મળી શકે એવી આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે. આમ વિશાલ ગાંધીના હાથ લાગવા સાથે બનાવટી દવાઓના ઉત્પાદન અંગેની વિગતો પણ મળી શકવાની દિશામાં તપાસ શરુ કરવામાં આવી છે. ફરિયાદમાં એ પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે કે, જો દવાઓના વેચાણનો ફેલાવો વધારે હશે તો, લોકોના આરોગ્ય સામે મોટુ જોખમ સર્જાઈ શકે છે. દવાઓ ઝેર સમાન ગણાવીને આરોપીઓ સામે તપાસ શરુ કરવામાં આવી છે.

કોની સામે નોંધાઈ ફરિયાદ?

  1. હરેશ રતીલાલ ઠક્કર, માલીક આશાપુરા મેડીકલ એજન્સી, ગીરધરનગર, હિંમતનગર
  2. જ્યોતીશ અરવિંદભાઈ ત્રિવેદી, રણછોડરાય સોસાયટી, સહકારીજીન રોડ, હિંમતનગર
  3. મૃગેશ ઠક્કર ઉર્ફે ગટ્ટુ રહે હિંમતનગર
  4. વિશાલ રમેશકુમાર ગાંધી, રહે 611, સંઘવી કોમ્પેલેક્ષ, અડાજણ, સુરત

સાબરકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

બાંગ્લાદેશમાં હિંદુઓ પર બની રહેલી ઘટનાઓનો અમદાવાદમાં ઠેરઠેર વિરોધ
બાંગ્લાદેશમાં હિંદુઓ પર બની રહેલી ઘટનાઓનો અમદાવાદમાં ઠેરઠેર વિરોધ
Surat : ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વધુ એક બોગસ તબીબની ધરપકડ
Surat : ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વધુ એક બોગસ તબીબની ધરપકડ
જંત્રીના નવા ભાવથી મધ્યમ વર્ગ માટે ઘર ખરીદવું બનશે મુશ્કેલ
જંત્રીના નવા ભાવથી મધ્યમ વર્ગ માટે ઘર ખરીદવું બનશે મુશ્કેલ
અંબાલાલની આગાહી : 8 ડિસેમ્બર બાદ ગુજરાતમાં પડશે કાતિલ ઠંડી
અંબાલાલની આગાહી : 8 ડિસેમ્બર બાદ ગુજરાતમાં પડશે કાતિલ ઠંડી
અપહરણ બાદ યુવતી પર સામૂહિક દુષ્કર્મની ઘટનામાં પોલીસે હાથ ધરી તપાસ
અપહરણ બાદ યુવતી પર સામૂહિક દુષ્કર્મની ઘટનામાં પોલીસે હાથ ધરી તપાસ
રાજકોટના ગવરીદડ નજીક 9 કિલોથી વધારે ગાંજાનો જથ્થો ઝડપાયો
રાજકોટના ગવરીદડ નજીક 9 કિલોથી વધારે ગાંજાનો જથ્થો ઝડપાયો
ખાનગી લકઝરી બસ અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત, 10 લોકો ઈજાગ્રસ્ત
ખાનગી લકઝરી બસ અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત, 10 લોકો ઈજાગ્રસ્ત
અમદાવાદ - વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
અમદાવાદ - વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
આ 6 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે
આ 6 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે
ગુજરાતના આ વિસ્તારોમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી
ગુજરાતના આ વિસ્તારોમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી
g clip-path="url(#clip0_868_265)">