Ahmedabad: એક સપ્તાહમાં સ્વાઈન ફ્લૂના 60 કેસ નોંધાયા, પાણીજન્ય રોગચાળો પણ વકર્યો, જુઓ Video
ગુજરાતમાં ઉનાળાની આકરી ગરમી પડવાની શરુઆત થઇ ગઇ છે. આ સાથે જ રોગચાળો પણ વકરી રહ્યો છે. અમદાવાદ શહેરમાં સ્વાઈન ફ્લૂના કેસમાં વધારો નોંધાયો છે. સાથે જ પાણીજન્ય રોગચાળામાં પણ વધારો થયો છે.
ગુજરાતમાં ઉનાળાની આકરી ગરમી પડવાની શરુઆત થઈ ગઈ છે. આ સાથે જ રોગચાળો પણ વકરી રહ્યો છે. અમદાવાદ શહેરમાં સ્વાઈન ફ્લૂના કેસમાં વધારો નોંધાયો છે. સાથે જ પાણીજન્ય રોગચાળામાં પણ વધારો થયો છે.
આ પણ વાંચો-રાજકોટના સોની બજારમાં 24.80 લાખ રુપિયામાં દુકાન ખરીદવાની તક, જાણો શું છે વિગત
અમદાવાદ ભર ઉનાળે શહેરમાં સ્વાઈન ફ્લૂના કેસમાં વધારો થયો છે. છેલ્લા એક સપ્તાહમાં સ્વાઈન ફ્લૂના 60 કેસ નોંધાયા છે. છેલ્લા 1 મહિનામાં સ્વાઇન ફ્લૂના 232 કેસ નોંધાયા છે. ગત મહિને સ્વાઇન ફ્લૂના 110 કેસ નોંધાયા હતા. ચાલુ વર્ષે માત્ર સ્વાઇન ફ્લૂના જ 380 કેસ નોંધાયા છે. સ્વાઇન ફ્લૂ સાથે પાણીજન્ય કેસમાં પણ વધારો નોંધાયો છે. ઝાડા ઉલટીના 775, કમળાના 112, ટાઈફોડ 259 કેસ નોંધાયા છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos