મોતના મુખમાંથી ખેંચી લાવ્યા ! ચાલુ ટ્રેને ચડવા જતાં મુસાફર લપસ્યો, રેલવે પોલીસ અને જનતાની સતર્કતાથી ટળી મોટી દુર્ઘટના
ચાલુ ટ્રેનમાં ચડવા જતાં મુસાફરનો પગ લપસ્યો અને મોત સામે દેખાયું, પણ રેલવે પોલીસની વીજળીક ઝડપે મુસાફરનો જીવ બચાવી લીધો. સમગ્ર ઘટના CCTVમાં કેદ.
અમદાવાદ રેલવે સ્ટેશન પર આજે એક હૃદયદ્રાવક ઘટના બની હતી, જેમાં રેલવે પોલીસની સતર્કતાને કારણે એક મુસાફરનો જીવ બચી ગયો હતો. સુરતથી ગાંધીધામ જઈ રહેલો એક મુસાફર જ્યારે ચાલુ ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે અચાનક તેનો પગ લપસ્યો હતો અને તે ટ્રેન તથા પ્લેટફોર્મની વચ્ચે આવી જવાની તૈયારીમાં હતો.
CCTVમાં કેદ થયા લાઇવ દ્રશ્યો
પ્લેટફોર્મ પર લાગેલા CCTV કેમેરામાં આ આખી ઘટના કેદ થઈ છે. દ્રશ્યોમાં સ્પષ્ટ દેખાય છે કે જેવો મુસાફર લપસ્યો, પ્લેટફોર્મ પર તૈનાત રેલવે પોલીસકર્મીએ જરા પણ સમય ગુમાવ્યા વિના તેની તરફ દોટ મૂકી હતી. પોલીસકર્મીએ તે વ્યક્તિને બચાવવા માટે પૂરી તાકાત લગાવી દીધી હતી.
પોલીસ અને લોકોની સંયુક્ત કામગીરી
ઘટનાને નજરે જોનારા નાગરિકો પણ તુરંત મદદે દોડી આવ્યા હતા. રેલવે પોલીસ તે વ્યક્તિને બચાવવાનો પ્રયાસ કરતી નજરે પડી હતી, જ્યારે જાગૃત નાગરિકોએ પણ સાથ આપતા તે વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો. પોલીસ અને લોકોની આ સમયસૂચકતાને કારણે એક મોટી જાનહાનિ ટળી હતી.
રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોને વારંવાર અપીલ કરવામાં આવે છે કે ચાલુ ટ્રેનમાં ચડવાનું કે ઉતરવાનું સાહસ ન કરવું, કારણ કે આવી નાનકડી ભૂલ જીવલેણ સાબિત થઈ શકે છે. હાલમાં આ બહાદુરીના દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે અને લોકો રેલવે પોલીસની કામગીરીને બિરદાવી રહ્યા છે.
Breaking News: મેદાન પર સિક્સર મારનાર વોર્નર ‘ડ્રિંક એન્ડ ડ્રાઈવ’માં આઉટ ! પોલીસે કરી ધરપકડ, જાણો શું છે આખો વિવાદ
આરામદાયક દિવસનો આનંદ માણશો, અનિચ્છનીય યાત્રા કરવી પડી શકે છે
ગુજરાત IPS એસોસિએશને ગોપાલ ઇટાલિયા પર કડક પગલાં ભરવાની કરી માગ
Breaking News: સુરતમાં ધોળા દિવસે ગન પોઈન્ટ પર બેંકમાં લૂંટ
જામનગરમાં અપહરણ કરી યુવકને ટોર્ચર કરનારા '5 આરોપી' પોલીસના સકંજામાં
