Ahmedabad રેલ્વે ડિવિઝને પ્લેટફોર્મ ટિકિટનો દર 30 રૂપિયા કર્યો

અમદાવાદ, ગાંધીધામ, પાલનપુર, મહેસાણા, ભુજ, મણિનગર અને સાબરમતી સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટનો દર અસ્થાઈ રૂપ થી ₹10 થી વધારીને ₹30 કરવામાં આવી રહ્યો છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 17, 2022 | 11:43 PM

અમદાવાદ(Ahmedabad)રેલ્વે ડિવિઝનના(Railway)મુખ્ય સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટનો(Platform Ticket) દર અસ્થાઈ રૂપથી રૂ.10 થી વધારીને રૂ.30 કરવામાં આવ્યો છે. જેમાં પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન દ્વારા કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને કોરોનાના ફેલાવાને રોકવા અને રેલવે સ્ટેશનો પર બિનજરૂરી ભીડને નિયંત્રિત કરવાના હેતુથી 18 જાન્યુઆરી 2022 થી ડિવિઝનના અમદાવાદ, ગાંધીધામ, પાલનપુર, મહેસાણા, ભુજ, મણિનગર અને સાબરમતી સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટનો દર અસ્થાઈ રૂપ થી ₹10 થી વધારીને ₹30 કરવામાં આવી રહ્યો છે.રેલવે પ્રશાસન દ્વારા યાત્રીઓને વિનંતી કરવામાં આવે છે કે પ્લેટફોર્મ અને સ્ટેશનો તથા ટ્રેનોમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી કોરોના ગાઈડલાઈનનું પાલન કરે.

અમદાવાદમાં પણ કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે.છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 4340 અને જિલ્લામાં 69 મળીને કુલ 4409 કેસ નોંધાયા છે.અમદાવાદ શહેરમાં 1 દર્દીનું કોરોનાથી મોત થયું છે.જ્યારે 1965 દર્દીઓ કોરોનાને હરાવવામાં સફળ રહ્યા છે.

પહેલી જાન્યુઆરીથી અત્યાર સુધીમાં અમદાવાદમાં 39,869 કેસ સામે આવ્યા છે.જેમાંથી 24,115 કેસ માત્ર 11 જાન્યુઆરીથી 17 જાન્યુઆરીમાં આવ્યા છે.આમ 60 ટકા કેસ માત્ર 7 દિવસમાં આવ્યા છે.બીજી તરફ 1લી જાન્યુઆરીથી 17 જાન્યુઆરી સુધીમાં અમદાવાદમાં કુલ 6 દર્દીના મોત થયા છે

આ પહેલાં 13 જાન્યુઆરીએ અમદાવાદમાં એક દર્દીનું કોરોનાથી મોત થયું હતું.જ્યારે 15 જાન્યુઆરીએ પણ 2 દર્દીના કોરોનાથી મોત થયા હતા.અમદાવાદ શહેર અને જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 2 લાખ 80 હજાર 123 કેસ નોંધાઈ ચૂક્યા છે. જ્યારે 2 લાખ 51 હજાર 446 દર્દી સાજા થઈ ગયા છે અને મૃત્યુઆંક વધીને 3,418 થયો છે

આ પણ વાંચો : Ahmedabad : સાબરમતી રિવર ફ્રન્ટ બની રહ્યું છે સ્યુસાઈડ પોઈન્ટ, વર્ષ 2021માં નોંધાયા સૌથી વધુ આપઘાત

આ પણ વાંચો :આમ આદમી પાર્ટીને આજે બીજો મોટો ઝટકો: સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણીએ ‘આપ’ છોડી

Follow Us:
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
g clip-path="url(#clip0_868_265)">