આમ આદમી પાર્ટીને આજે બીજો મોટો ઝટકો: સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણીએ ‘આપ’ છોડી
આમ આદમી પાર્ટી છોડીને વિજય સુવાડાએ કમલમ ખાતે ભાજપનો ભગવો ધારણ કર્યો તેની થોડીક જ કલાકોમાં મહેશ સવાણીએ પણ આમ આદમી પાર્ટી છોડવાની જાહેરાત કરી છે.
આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) ને આજે બે મોટા ઝટકા લાગ્યા છે. આજે સિંગર વિજય સુવાળા (Vijay Suvala) ભાજપમાં જોડાયા બાદ હવે સુરતના ઉદ્યોગપતિ અને સામાજિક કાર્યકર એવા મહેશ સવાણી (Mahesh Savani) એ પણ આમ આદમી પાર્ટી છોડી હોવાની જાહેરાત કરી છે. મહેશ સવાણીએ કહ્યું હતું કે, હું હવે આમ આદમી પાર્ટીમાં નથી. હું રાજનીતિનો નહીં પણ સેવાનો માણસ છું, મને કોઈ હોદ્દાનો મોહ નથી. હવે હું સેવાના કાર્યો પર વધુ ધ્યાન આપીશ.
ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટી છોડ્યા બાદ આજે વિજય સુવાળાએ ગાંધીનગર કમલમ (Kamalam) પહોંચીને કેસરિયો ખેસ ધારણ કર્યો છે. ભાજપ (BJP) ના પ્રદેશના નેતાઓ અને કેટલાક પ્રધાનોની હાજરીમાં વિજય સુવાળા કેસરિયો ખેસ ધારણ કર્યો છે. ઉત્તરાયણે વિજય સુવાળાએ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં ભાજપે વિજય સુવાળાને વિધાનસભા ટિકિટ માટે બાંહેધરી આપી હોવાના અહેવાલ છે.
ગયા વર્ષે જૂન મહિનામાં ‘આપ’માં જોડાયા હતા સવાણી
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા 27 જૂન 2021ના રોજ સુરતની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમની હાજરીમાં મહેશ સવાણી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. ત્યારે તેમણે કહ્યું હતું કે, ‘મેં 51 વર્ષે રાજકારણમાં પ્રવેશ કર્યો છે. મેં નવા ઘરમાં જવાનું પસંદ કર્યું છે. હું ગુજરાતનું કામ કરવા રાજકારણમાં આવી રહ્યો છું.
આ પણ વાંચોઃ કોરોના સંક્રમણ વધતા રાજ્યના મોટા મંદિરોના દ્વાર ભક્તો માટે થયા બંધ, જાણો કયુ મંદિર કેટલા દિવસ બંધ રહેશે
આ પણ વાંચોઃ Mehsana : દૂધ સાગર ડેરીનું નવું સાહસ, Amul બ્રાન્ડથી ઓર્ગેનિક શાકભાજી વેચશે