અમદાવાદ: પાલતુ કૂતરાએ 4 મહિનાની બાળકીને ફાડી ખાધી – જુઓ Video
અમદાવાદના હાથીજણ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગઈકાલે હાથીજણ વિસ્તારની રાધે રેસિડન્સીમાં એક 4 મહિનાની બાળકી પર પાલતુ કૂતરાએ હુમલો કર્યો હતો.
અમદાવાદના હાથીજણ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગઈકાલે હાથીજણ વિસ્તારની રાધે રેસિડન્સીમાં એક 4 મહિનાની બાળકી પર પાલતુ કૂતરાએ હુમલો કર્યો હતો. કૂતરાનો આ હુમલો કરનારો વીડિયો CCTV કેમેરામાં કેદ થઈ ગયો છે.
આ ઘટના ત્યારે બની જ્યારે એક યુવતી તેના પાલતુ કૂતરાને લઈને બહાર નીકળી હતી. ખાસ વાત તો એ કે, યુવતી ફોન પર વાત કરી રહી હતી અને તે દરમિયાન કૂતરું તેના હાથમાંથી છૂટી ગયું અને સામે રમી રહેલ બાળકી પર હુમલો કર્યો.
આ હુમલામાં બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ અને સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સીએનસીડી વિભાગની ટીમે, કૂતરાને પાંજરે બંધ કર્યો છે અને કૂતરાના માલિક સામે ફોજદારી ગુનો નોંધવામાં આવ્યો છે.
રોટવિલર, પીટબુલ, પામેરિયન, જર્મન શેફર્ડ અને ડોબરમેન જેવી આક્રમક બ્રીડના શ્વાનો અગ્રેસિવ હોય છે. આ પ્રકારના શ્વાનોને પાળવા માટે સાવધાની રાખવી જરૂરી છે.
વેટરનિટી ડોકટરો કહે છે કે, આક્રમક શ્વાનના માલિકોએ યોગ્ય તાલીમ આપવી જોઈએ અને આક્રમકતા વધારે હોય તો ડોકટર પાસે જવું જોઈએ. જે પહેલીવાર શ્વાન લાવતા હોય એમને એગ્રેસિવ શ્વાન ના લાવવા જોઈએ. આક્રમક શ્વાનોના માલિકોએ આ શ્વાનોને ‘Proper Training’ આપવી જોઈએ અને ‘Behaviorologist’ની મદદ લેવી જોઈએ.