AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદ: નરોડા બેઠક પરથી પાયલ કુકરાણીએ વિજય મુહુર્તમાં ઉમેદવારી ફોર્મ ભર્યું

અમદાવાદ: નરોડા બેઠક પરથી પાયલ કુકરાણીએ વિજય મુહુર્તમાં ઉમેદવારી ફોર્મ ભર્યું

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 15, 2022 | 5:13 PM
Share

Gujarat Election 2022: અમદાવાદની નરોડા બેઠક પરથી ભાજપે ડૉ. પાયલ કુકરાણીને ટિકિટ આપી છે. પાયલ કુકરાણીએ આજે વિજય મુહુર્તમાં ઉમેદવારી ફોર્મ ભર્યુ હતુ. તેમની સાથે ગુજરાત સરકારના પૂર્વ મંત્રી માયા કોડનાની પણ હાજર રહ્યા હતા.

અમદાવાદની નરોડા બેઠકથી ભાજપના યુવા ચહેરો અને તબીબ પાયલ કુકરાણીએ વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભર્યું છે. નરોડા બેઠકના ભાજપના ઉમેદવાર ડૉ. પાયલ કુકરાણીએ જંગી રેલી બાદ તેમનું ઉમેદવારી ફોર્મ ભર્યુ હતુ. અમદાવાદના મેયર કિરીટ પરમાર અને રાજ્ય સરકારના પૂર્વ મંત્રી રહેલા માયા કોડનાની ખાસ હાજર રહ્યા હતા. વ્યવસાયે ડૉક્ટર પાયલ કુકરાણીના પિતા વર્ષોથી ભાજપ અને સંઘ પરિવાર સાથે જોડાયેલા છે. તેમના પિતા નરોડા વોર્ડમાં મહામંત્રીથી લઈ અને અનેક હોદ્દા પર રહ્યાં છે. તો તેમના માતા રેશ્મા કુકરાણી સૈજપુર બોધા વોર્ડના ભાજપના કોર્પોરેટર છે.

ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022: ગત ટર્મમાં બલરામ થાવાણી નરોડા બેઠકથી જીત્યા હતા

હાલ નરોડા બેઠક પરથી બલરામ થાવાણી ધારાસભ્ય છે અને આ વખતે પાયલ કુકરાણીને ટિકિટ મળતા તેમની નારાજગી પણ સામે આવી હતી. જો કે બાદમાં તેમણે જણાવ્યુ કે હતુ કે નરોડાથી ભાજપના ઉમેદવાર ડૉ. પાયલ કુકરાણીની જીત માટે તમામ કાર્યકર્તાઓને તેઓ હાંકલ કરશે. ડૉ. પાયલ કુકરાણી ફોર્મ ભરવા માટે પહોંચ્યા ત્યારે તેમની સાથે શહેરના મેયર સહિત પ્રદેશ નેતાઓ હાજર રહ્યા હતા.

ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022:  નરોડા બેઠકના રાજકીય સમીકરણ

1990થી આ બેઠક પર ભાજપનો કબ્જો રહ્યો છે. અહીંના મતદારો છેલ્લા ત્રણ દાયકાથી ભાજપને સમર્પિત રહ્યા છે. નરોડા વિધાનસભા બેઠકમાં અમદાવાદ મહાનગરપાલિકા ત્રણ વોર્ડ અને અમદાવાદ કેન્ટોનમેન્ટ બોર્ડના વિસ્તારનો સમાવેશ થાય છે. 2017ના વિધાનસભા ચૂંટણીમાં નરોડા વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર બલરામ થાવાણીએ કોંગ્રેસના ઉમેદવાર ઓમપ્રકાશ તિવારીને હરાવ્યા હતા.

2012માં પણ ભાજપે અહીંથી જીત મેળવી હતી. ભાજપના ઉમેદવાર ડૉ. નિર્મલાબેન વાઘવાણીએ કોંગ્રેસના ઉમેદવાર ભગવાન ભરવાડને 58,352 મતથી હરાવ્યા હતા. 2007માં ભાજપે નરોડા વિધાનસભા બેઠક પર જીતનો પરચમ લહેરાવ્યો હતો. 2002માં પણ ભાજપના ઉમેદવાર માયા કોડનાની કોંગ્રેસના ઉમેદવાર ડૉ પરશોતમ હરવાણીને 1,80,442 મતથી હરાવ્યા હતા.

g clip-path="url(#clip0_868_265)">