Ahmedabad : 300 ગ્રામ ડ્રગ્સ સાથે એસપી રિંગ રોડ પરથી એક વ્યકિત ઝડપાયો

અમદાવાદ છેલ્લા કેટલાય સમયથી જાણે ડ્રગ્સની (Drugs) હેરફેરનું હબ બની ગયું હોય તેમ અહીં ડ્રગ્સ પેડલરના ઝડપાવાની ઘટના સામાન્ય બની ગઈ છે. ઉલ્લેખનીય છે કે મે મહિનાના અંતમાં વસ્ત્રાપુરમાંથી જ જાહેરમાં ડ્રગ્સનું વેચાણ કરાત લોકોને પોલીસે ઝડપ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2022 | 11:48 PM

અમદાવાદમાં (Ahmedabad) વધુ એક વાર  ડ્રગ્સ સાથે  આરોપી  ઝડપાયો છે.  ક્રાઇમ બ્રાન્ચે (Crime Branch)  એસપી રીંગ રોડ  ખાતેથી  300 ગ્રામ ડ્રગ્સ (Drugs)  સાથે 4 આરોપીને  ઝડપી લીધા હતા.  આ ડ્રગ્સ જપ્ત કરીને  ક્રાઈમ બ્રાંચે  વધુ તપાસ હાથ ધરીને વધુ તપાસ હાથ ધરી હતી.  નોંધનીય છે કે  અમદાવાદ છેલ્લા કેટલાય સમયથી જાણે ડ્રગ્સની (Drugs) હેરફેરનું હબ બની ગયું હોય તેમ અહીં ડ્રગ્સ પેડલરના ઝડપવાની ઘટના સામાન્ય બની ગઈ છે. ઉલ્લેખનીય છે કે મે મહિનાના અંતમાં વસ્ત્રાપુરમાંથી જ જાહેરમાં ડ્રગ્સનું વેચાણ કરતા  લોકોને પોલીસે ઝડપ્યા હતા. વસ્ત્રાપુર વિસ્તારમાંથી પોલીસે 421.16 ગ્રામ જેટલા એમડી ડ્રગ્સ સાથે બે ઇસમોની ધરપકડ કરી હતી. આ આરોપીઓ જાહેરમાં ડ્રગ્સનું વેચાણ કરતા હતાં. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે અંધજન ચાર રસ્તા પાસે આવેલ બી.આર.ટી.એસ.બસ સ્ટેન્ડ (BRTS) પાસે જાહેરમાં કેટલાક લોકો આ પ્રકારે વેચાણ કરી રહ્યા છે આ બાતમીને આધારે પોલીસ 2 આરોપીને ઝડપવામાં સફળ રહી હતી. જેને આધારે બે ઇસમોની ધરપકડ કરવામાં આવી હતી.

થોડા સમય  પહેલા પણ અમદાવાદમાંથી ડ્રગ્સના જથ્થા સાથે એટીએસ  દ્વારા એક શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. આ શખ્સ પાસેથી 80 ગ્રામ MD, 325 ગ્રામ ચરસ અને સાડા ત્રણ કિલો ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે કરેલી પ્રાથમિક પૂછપરછમાં આ શખ્સ અમરેલી જિલ્લાના રાજુલાના હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ શખ્સ પાસેથી પોલીસ પૂછપરછમાં વધારે માહિતી પ્રાપ્ત થશે કે આ ડ્રગ્સ તે ક્યાંથી લાવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો.

ગુજરાત પોલીસે 4 ઓગષ્ટના રોજ દરિયાઈ વિસ્તારમાં ચાલતા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો. તેમજ ખૂબ મોટી સંખ્યામાં ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડી ગુજરાતમાં નાપાક પાકિસ્તાન દ્વારા ફેલાવવામાં આવતા ડ્રગ્સના રેકેટને તોડવામાં ગુજરાત પોલીસને સફળતા મળી છે, ત્યારે જામનગરમાં પણ દરિયાકાંઠે આવેલા બેડી વિસ્તારમાંથી એક ઈસમને રૂપિયા 6 લાખની કિંમતના ડ્રગ્સ સાથે ઝડપી પાડવામાં જામનગર અને દેવભૂમિ દ્વારકા એસઓજી પોલીસને સફળતા મળી છે. બેડી વિસ્તારમાંથી રૂપિયા 6 લાખની કિંમતના મ્યાઉ મ્યાઉ ડ્રગ્સ સાથે એક ઈસમને ઝડપી પાડવામાં આવ્યો છે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">