ગુજરાત એટીએસનો હિંમતનગર અને ખંભાતમાં થયેલી હિંસાને લઇને મોટો ખુલાસો

એટીએસના(ATS) જણાવ્યા અનુસાર ખંભાત અને હિંમતનગરમાં પથ્થરમારાની ઘટનામાં બે ષડયંત્રો રચાયા હતા. જેમાં વોન્ટેડ આરોપી મોહસીન મદદ કરતો હતો. જેમાં ગુજરાત ATSએ ગુરુવારે પણ ખંભાતમાં આરોપીઓની પૂછપરછ કરી હતી. હિંમતનગરનું ષડયંત્ર રચનારની તપાસ માટે ટેક્નિકલ સર્વેલન્સથી તપાસ ચાલુ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 15, 2022 | 11:10 PM

ગુજરાતમાં(Gujarat)  રામનવમીના(Ramnavami)  દિવસે શોભાયાત્રા દરમ્યાન હિંમતનગર અને ખંભાતમાં થયેલા પથ્થરમારો અને હિંસાના(Violence) બનાવને લઇને એટીએસએ મોટો ખૂલસો કર્યો છે. જેમાં આણંદના ખંભાતમાં રામનવમી શોભાયાત્રા દરમિયાન રાયોટિંગનો કેસ નોંધવામાં આવ્યો છે. જેમાં એટીએસના જણાવ્યા અનુસાર ખંભાત અને હિંમતનગરમાં પથ્થરમારાની ઘટનામાં બે ષડયંત્રો રચાયા હતા. જેમાં વોન્ટેડ આરોપી મોહસીન મદદ કરતો હતો. જેમાં ગુજરાત ATSએ ગુરુવારે પણ ખંભાતમાં આરોપીઓની પૂછપરછ કરી હતી. હિંમતનગરનું ષડયંત્ર રચનારની તપાસ માટે ટેક્નિકલ સર્વેલન્સથી તપાસ ચાલુ છે. તેમજ હિંમતનગરની બહારથી ષડયંત્ર રચાયાના કેટલાક પુરાવા પોલીસને મળ્યા છે.

ઉલ્લેખનીય છે કે,  આણંદના ખંભાતમાં રામ નવમીના સરઘસ સમયે જ પથ્થરમારો કરીને તોફાનો ભડકાવવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું.જેમાં, 1 વ્યક્તિનું મોત થયું હતું જ્યારે અનેક લોકો ઘાયલ થયા હતા.આ ઘટનાની તપાસમાં અલગ-અલગ ટીમો જોડાઈ છે.. ટેક્નિકલ પુરાવા એકત્ર કરાયા છે..હિંસા ફેલાવવાનું આ પૂર્વઆયોજિત કાવતરું હોવાનું સાઈબર ક્રાઈમની તપાસમાં સામે આવ્યું હતું. રજ્જાક હુસેન ઉર્ફે મૌલવી, જમશેદ જોરાવર પઠાણ સહીત 6 શખ્સો હતા.જેમણે સ્લીપર મોડ્યુલ આધારિત કાવતરું ઘડ્યું હતું.. તોફાન પહેલા અને પછી કેટલાક શખ્સો સાથે ગુપ્ત મિટિંગ પણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો :  Ambaji ચૈત્રી પૂનમના મેળાને લઇને ભક્તોનું ઘોડાપૂર, જય અંબેના નાદથી ગુંજયું મંદિર પરિસર

આ પણ વાંચો : Navsari : સીએમ ભૂપેન્દ્ર પટેલે ઓવર બ્રિજનું લોકાર્પણ અને ટાઇડલ ડેમનું ખાતમૂહર્ત કર્યું

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">