Devbhoomi Dwarka: SOGએ બેડી વિસ્તારમાંથી 6 લાખના ડ્રગ્સ સાથે એક શખ્સની ધરપકડ કરી

જામનગરમાં પણ દરિયાકાંઠે આવેલા બેડી વિસ્તારમાંથી એક ઈસમને રૂપિયા 6 લાખની કિંમતના ડ્રગ્સ સાથે ઝડપી પાડવામાં જામનગર અને દેવભૂમિ દ્વારકા (SOG Police) એસઓજી પોલીસને સફળતા મળી છે.

Devbhoomi Dwarka: SOGએ બેડી વિસ્તારમાંથી 6 લાખના ડ્રગ્સ સાથે એક શખ્સની ધરપકડ કરી
Devbhoomi Dwarka: SOG arrested a man with drugs worth Rs 6 lakh
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 04, 2022 | 5:52 PM

ગુજરાત પોલીસ (Gujarat Police) દ્વારા તાજેતરમાં જ દરિયાઈ વિસ્તારમાં ચાલતા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ (Drugs) નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે અને ખૂબ મોટી સંખ્યામાં ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડી ગુજરાતમાં નાપાક પાકિસ્તાન દ્વારા ફેલાવવામાં આવતા ડ્રગ્સના રેકેટને તોડવામાં ગુજરાત પોલીસને સફળતા મળી છે, ત્યારે જામનગરમાં પણ દરિયાકાંઠે આવેલા બેડી વિસ્તારમાંથી એક ઈસમને રૂપિયા 6 લાખની કિંમતના ડ્રગ્સ સાથે ઝડપી પાડવામાં જામનગર અને દેવભૂમિ દ્વારકા (SOG Police) એસઓજી પોલીસને સફળતા મળી છે. બેડી વિસ્તારમાંથી રૂપિયા 6 લાખની કિંમતના મ્યાઉ મ્યાઉ ડ્રગ્સ સાથે એક ઈસમને ઝડપી પાડવામાં આવ્યો છે.

ગુજરાતના દરિયાકાંઠેથી વારંવાર ઝડપાય છે ડ્રગ્સ

ગુજરાતના ગૃહ મંત્રી હર્ષ સંઘવી પણ રાજ્યભરમાં ફેલાવાનો પ્રયાસ કરતા ડ્રગ્સના નેટવર્કને ડામવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે અને ગુજરાત રાજ્યમાં ડ્રગ્સ ઘુસાડતા માફિયાઓ અને ડ્રગ્સ પેડલરો પર ઘોસ બોલાવતા એક પછી એક સફળતા મળી રહી છે. જેના પગલે જામનગર જિલ્લામાંથી પ્રથમ વખત મ્યાઉં મ્યાઉં મેફેડ્રોન ડ્રગ્સના જથ્થો ઝડપાયો છે. જામનગર શહેરના બેડી વિસ્તારમાં રહેતા એક મુસ્લિમ શખ્સને દેવભૂમિ દ્વારકા અને જામનગર SOG પોલીસ દ્વારા રૂપિયા 6 લાખની કિંમતના ડ્રગ્સ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના SOG પીઆઇ સિંગરખિયાને મળેલ હકીકતના આધારે જામનગર શહેરના બેડી વિસ્તારમાં દેવભૂમિ દ્વારકા અને જામનગર એસ.ઓ.જી. પોલીસ દ્વારા સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરીને બિલાલ અબ્દુલ દલ નામના શખ્સને રૂપિયા 6 લાખના નશાકારક મ્યાઉં મ્યાઉં મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપી પાડવામાં સફળતા મળી છે. રાત્રેના સમયે SOG પોલીસે ગુપ્ત ઓપરેશન હાથ ધરીને ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે ત્યારે આ ડ્રગ્સમાં ક્યાં રસ્તે જામનગરમાં ઘૂસડવામાં આવ્યો અને તેનું કઈ કઈ જગ્યાએ વેચાણ કરવામાં આવતું હતું તેમજ હજુ આ ગુન્હામાં વધુ શખ્સોના નામ પણ બહાર આવવાની શક્યતા રહેલી હોય પોલીસે આ અંગે વધુ ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

નોંધનીય છે કે  ગત રોજ માંગરોળના દરિયાકાંઠેથી પણ  ચરસનો જથ્થો મળી આવ્યો હતો. જેને  પોલીસ દ્વારા તપાસ માટે એફએસએલમાં મોકલવામાં આવ્યો હતો. ગુજરાતના દરિયાકિનારેથી વારંવાર ડ્રગ્સ ઝડપાવાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે  મરીન પોલીસથી માંડીને ગુજરાત અને સ્થાનિક પોલીસ  વારંવાર આવા ડ્ર્સ પેડલરને ઝડપી પાડતી હોય છે.

વિથ ઇનપુટ: જય ગોસ્વામી

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">