ગુજરાત સહિત ઉત્તર ભારતમાં વધશે ઠંડીનું જોર. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વ્યક્ત કરી આગાહી. 22 ડિસેમ્બર બાદ પડશે કાતિલ ઠંડી. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોમાં વધશે ઠંડી. લઘુત્તમ તાપમાન 12 થી 13 ડિગ્રી થવાની શક્યતા. નલિયામાં તાપમાન 10 ડિગ્રીથી નીચું જઈ શકે છે. ઉત્તર ભારતમાં રેકોર્ડબ્રેક ઠંડી પડવાની સંભાવના. અંબાલાલ પટેલે કહ્યું, સમુદ્રમાં લા નીનાની અસરને લીધે જાન્યુઆરી સુધી ઠંડી અનુભવાશે. તો કડકડતી ઠંડી સાથે ડિસેમ્બરના અંતમાં માવઠાની પણ શક્યતા. વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડી અને વરસાદ એકસાથે પડવાની વકી.