જામનગરના ટાઉનહોલમાં આમ આદમી પાર્ટીની જન સભા યોજાઇ. જેમાં ગોપાલ ઇટાલિયા વક્તવ્ય આપી રહ્યા હતા ત્યારે તેમના પર જૂતું ફેંકાતા હોબાળો મચ્યો. જે બાદ આમ આદમી પાર્ટીના કાર્યકરોએ જૂતું ફેંકનારને માર મારતા મામલો વધુ બિચક્યો હતો. છત્રપાલસિંહ જાડેજા નામના વ્યક્તિએ ઇટાલિયા પર જૂતાનો ઘા કરતાં આપના કાર્યકર્તાઓ છત્રપાલસિંહ તૂટી પડ્યા હતા અને તેને ઢોર માર માર્યો હતો. જો કે પોલીસે વચ્ચે પડીને તેમને માંડ છોડાવ્યા. ઇટાલિયાને જૂતું મારનાર યુવાન છત્રપાલસિંહની પ્રતિક્રિયા પણ સામે આવી છે. તેમણે કહ્યું કે ઇટાલિયાએ પ્રદીપસિંહ પર જૂતું ફેંક્યું હતું તેનો મેં બદલો લીધો છે. મને તક મળી એટલે મેં ઇટાલિયા પર જૂતું ફેંક્યું. ભાજપ અને કોંગ્રેસ બંનેએ ગોપાલ ઇટાલિયાના આક્ષેપો ફગાવી તેના પર પલટવાર કર્યો છે. તેમણે જૂતું ફેંકાવાની ઘટનાને ઇટાલિયાનો પબ્લિસિટી સ્ટંટ ગણાવ્યો. સાથે જ ઇટાલિયાએ ભૂતકાળમાં પ્રદીપસિંહ જાડેજા પર જૂતું ફેંકવાની ઘટનાની પણ યાદ