એક સાચા શિક્ષકને સૌથી વધુ આનંદ ત્યારે થાય. કે જ્યારે તેનો વિદ્યાર્થી. કોઈ મોટું કામ કરે. કે મોટા પદ પર પહોંચે. અને આવા સમયે. શિક્ષકની આંખો. હરખથી ભીની થઈ જતી હોય છે. કંઈક આવા જ ભાવુક કરનારા દ્રશ્યો. ગાંધીનગરના સેક્ટર-27માંથી સામે આવ્યા છે. વયોવૃદ્ધ શિક્ષક જીવણ પટેલની આંખમાં હરખના આંસુ છે. અને તે તેમના વિદ્યાર્થી રહેલા. "અમિત શાહ"ને મળ્યા બાદ વરસી રહ્યા છે. જી હાં. તેઓ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના શિક્ષક રહી ચુક્યા છે. ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે આવેલા અમિત શાહ. તેમના વ્યસ્ત શિડ્યુલમાંથી સમય કાઢીને. શિક્ષક જીવણ પટેલના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. અને અડધો કલાક સુધી વાત કરીને. જૂની યાદોને વાગોળી હતી. જીવણ પટેલે અમિત શાહને માણસામાં ધોરણ 1 થી 8 સુધી ભણાવ્યા હતા. અમિત શાહ પગરખા ઘરની બહાર ઉતારી. શિષ્ટાચાર જાળવી તેમના 89 વર્ષના ગુરુને મળવા પહોંચ્યા હતા. તો ગુરુએ શિષ્યના સંસ્મરણોને વાગોળતા કહ્યું હતું કે તે સ્વભાવે શાંત હતા અને ભણવામાં ખૂબ હોંશિયાર હતા. પહેલેથી જ લાગતું હતું કે તે ખૂબ આગળ વધશે. શિક્ષક જીવણ પટેલે. અમિત શાહને NCCની તાલીમ પણ આપી હતી. 20 વર્ષ બાદ મુલાકાત થતાં. તેઓ ભાવુક થઈ ગયા. તો અમિત શાહે પણ વિકાસ બાદ હવે માણસા કેવું દેખાઈ રહ્યું છે. તે નિહાળવા આમંત્રણ પાઠવ્યું હતું.