અમદાવાદના દક્ષિણ ઝોનમાં બિલ્ડિંગયુઝ પરમીશન વગર ચલાવાતી 13 હોસ્પિટલ એસ્ટેટ વિભાગે સીલ કરી છે. ૨૭ હોસ્પિટલને બી.યુ. રજૂ કરવા નોટિસ અપાઈ છે.સીલ કરાયેલી હોસ્પિટલ મણીનગર,ખોખરા,લાંભા ઉપરાંત ઈન્દ્રપુરીમાં ચલાવવામા આવતી હતી. સીલ કરાયેલી હોસ્પિટલમાં અભીષેક હોસ્પિટલ, મણીનગર, બેબીકેર ચિલ્ડ્રન હોસ્પિટલ, ખોખરા,ડોકટર સમીર એન શાહ સર્જિકલ નર્સીંગ હોમ, મણીનગર,આશીર્વાદ આઈ હોસ્પિટલ, ખોખરા,હેતા સ્કીન કલીનીક, ખોખરા ઉપરાંત રીયાના હોસ્પિટલ,લાંભા, વાત્સલ્ય હોસ્પિટલ, વટવા,વેદ મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલ, વટવા, રાજપૂત આઈ હોસ્પિટલ, ઈન્દ્રપુરી, રાજપૂત ચિલ્ડ્રન હોસ્પિટલ, ઈન્દ્રપુરી,આશીર્વાદ સર્જિકલ હોસ્પિટલ, ઈન્દ્રપુરી, શ્રીજી સર્જિકલ હોસ્પિટલ, ખોખરા તથા કુણાલ હોસ્પિટલ, ખોખરાનો સમાવેશ થાય છે.