અમદાવાદ મણિનગર સ્વામિનારાયણ મંદિરે દિવ્યતા સભર અન્નકૂટોત્સવની કરાઇ ઉજવણી, જુઓ વીડિયો

ભારત એક તહેવારોનો દેશ છે. ભારત દેશમાં તમામ ધાર્મિક, સામાજિક તથા રાષ્ટ્રીય તહેવારોની ઊજવણી ખૂબ જ ધામધૂમથી થાય છે. એમાં પણ દિવાળી ભારતના લોકોનો એક લોકપ્રિય તહેવાર છે. દિવાળીએ હિન્દુ ધર્મનો મુખ્ય તહેવાર છે. દિવાળીના તેહવારમાં ચોપડા પૂજનનું વિશેષ મહત્ત્વ છે. ત્યારે મણિનગર સ્વામિનારાયણ મંદિર ખાતે 666 અનેકવિધ વાનગીઓનો અન્નકૂટ ધરાવાયો હતો. 

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 13, 2023 | 7:55 PM

અમદાવાદમાં મણિનગર સ્વામિનારાયણ મંદિર ખાતે અન્નકૂટોત્સવની ઉજવણી કરાઇ. સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ જિતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામીજી મહારાજે આ પર્વનો મહિમા આપતા જણાવ્યું હતું કે, દિવાળી એટલે જીવનની કડવાશ, સંધર્ષ તેમજ ધર્ષણ ભૂલવાનો દિન છે.

ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તીએ તો બાહ્યશત્રુ તેમજ અંતર:શત્રુ ટળે છે. ભગવાનનું શરણું જ નિર્ભય છે. ભગવાનના સાનિધ્યમાં ચોપડા પૂજન કરો છો તો સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર ગુરુદેવ મુક્તજીવન સ્વામીબાપાના દિવ્ય આશીર્વાદ છે કે ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તશો તો તેના જીવનમાં ક્યારેય ખોટ નહીં આવે.

મણિનગર સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વામિનારાયણબાપા સ્વામીબાપા, વેદરત્ન આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના દિવ્ય સાનિધ્યમાં તેમજ સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં ભવ્યતા અને દિવ્યતાસભર અન્નકૂટોત્સવનું આયોજન કરાયું હતું.

Ahmedabad Maninagar Swaminarayan Mandir celebrates Annakut Utsav watch video

આ પણ વાંચો : ખેડા : ડાકોર મંદિરમાં 85 ગામોના લોકોએ અન્નકૂટની લૂંટ કરી, જુઓ વીડિયો

અન્નકૂટમાં ભક્ષ્ય, ભોજય, લેહ્ય તેમજ ચોષ્ય પ્રકારના ભોજન બનાવાયા હતા. 666 અનેકવિધ વાનગીઓમાં – મીઠાઈનો રાજા મેસૂબ, મોહનથાળ વગેરે મિઠાઈઓ, ફરસાણ, મુખવાસ, ફ્રૂટ વગેરે અન્નકૂટમાં સ્વામિનારાયણબાપા સ્વામીબાપાને ધરાવવામાં આવ્યા હતા.  સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજે અન્નકૂટોત્સવની આરતી ઉતારી હતી અને સહુ સંતો હરિભક્તોએ પણ આરતી ઉતારવાના અણમોલા લ્હાવા લીધા હતા. આ પાવનકારી અવસરનો લ્હાવો દેશ વિદેશના હરિભક્તોએ પરમ ઉલ્લાસભેર લીધો હતો.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
અમિત શાહ આજે વિવિધ વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
અમિત શાહ આજે વિવિધ વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
નવરાત્રીમાં વિઘ્ન બનશે મેઘરાજા ! આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ
નવરાત્રીમાં વિઘ્ન બનશે મેઘરાજા ! આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ
આ 5 રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભના સંકેત
ખૂનનો બદલો ખૂન, અમદાવાદના બોડકદેવ અકસ્માત કેસમાં મોટો ખુલાસો
ખૂનનો બદલો ખૂન, અમદાવાદના બોડકદેવ અકસ્માત કેસમાં મોટો ખુલાસો
પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકરતા દર્દીઓથી ઉભરાઈ સુરતની નવી સિવિલ
પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકરતા દર્દીઓથી ઉભરાઈ સુરતની નવી સિવિલ
શક્તિપીઠ અંબાજીમાં પ્રથમ નોરતે લાખો માઈ ભક્તોએ કર્યા અંબાજીના દર્શન
શક્તિપીઠ અંબાજીમાં પ્રથમ નોરતે લાખો માઈ ભક્તોએ કર્યા અંબાજીના દર્શન
સુરતમાં બોગસ દસ્તાવેજનો પર્દાફાશ, પિતા-પુત્રી સામે નોંધાઈ ફરિયાદ
સુરતમાં બોગસ દસ્તાવેજનો પર્દાફાશ, પિતા-પુત્રી સામે નોંધાઈ ફરિયાદ
મેટ્રોની ધીમી કામગીરીથી વેપારીઓને મોટો આર્થિક ફટકો સહન કરવાનો વારો
મેટ્રોની ધીમી કામગીરીથી વેપારીઓને મોટો આર્થિક ફટકો સહન કરવાનો વારો
વાહ રે વિકાસ મોડલ, ન જળવાયો મોતનો મલાજો, મૃતદેહને ટ્રેક્ટરમાં લઈ જવાયો
વાહ રે વિકાસ મોડલ, ન જળવાયો મોતનો મલાજો, મૃતદેહને ટ્રેક્ટરમાં લઈ જવાયો
દ્વારકાના ખેડૂતોએ વિવિધ 6 માગો સાથે સરકાર સામે માંડ્યો મોરચો- Video
દ્વારકાના ખેડૂતોએ વિવિધ 6 માગો સાથે સરકાર સામે માંડ્યો મોરચો- Video
g clip-path="url(#clip0_868_265)">