ખેડા : ડાકોર મંદિરમાં 85 ગામોના લોકોએ અન્નકૂટની લૂંટ કરી, જુઓ વીડિયો

ખેડા : ડાકોર મંદિરમાં 85 ગામોના લોકોએ અન્નકૂટની લૂંટ કરી, જુઓ વીડિયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 13, 2023 | 5:13 PM

દર વર્ષે રણછોડજી મંદિરમાં ભગવાનને ધરાવવામાં આવતા અન્નકૂટની લૂંટ થાય છે. અહીં આ એક પરંપરા બની ગઇ છે. આ વખતે રણછોડરાયજીને 151 મણનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. જેમાં 100 ગ્રામ કેસર, 220 કિલો ચોખા, 700 કિલો બેસન, 1400 કિલો ખાંડ અને 525 કિલો શુદ્ધ ઘીની વિવિધ મીઠાઇઓ ધરાવવામાં આવી હતી.

ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોરના મંદિરમાં વર્ષોથી અન્નકૂટની લૂંટ કરવાની પરંપરા છે. દિવાળીના પર્વમાં દર વર્ષે અહીં અન્નકૂટ યોજાય ત્યારે લૂંટ કરાય છે. ત્યારે આ વર્ષે પણ લૂંટની આ પરંપરા યથાવત જોવા મળી છે. આજે પણ 85 ગામોના લોકોએ અન્નકૂટની લૂંટ કરી હતી.

આ પણ વાંચો- દાહોદ : પોલીસના મારથી યુવકના મોતના આક્ષેપ સાથે પોલીસ મથકે લોકોનો હોબાળો, જુઓ વીડિયો

દર વર્ષે રણછોડજી મંદિરમાં ભગવાનને ધરાવવામાં આવતા અન્નકૂટની લૂંટ થાય છે. અહીં આ એક પરંપરા બની ગઇ છે.આ વખતે રણછોડરાયજીને 151 મણનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. જેમાં 100 ગ્રામ કેસર, 220 કિલો ચોખા, 700 કિલો બેસન, 1400 કિલો ખાંડ અને 525 કિલો શુદ્ધ ઘીની વિવિધ મીઠાઇઓ ધરાવવામાં આવી હતી. આ અન્નકૂટની લૂંટ માટે 85 ગામના નાગરિકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું.

ખેડા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">