Ahmedabad : વિરમગામમાં ઉભરાતી ગટરોથી સ્થાનિકો પરેશાન, રોગચાળો ફાટવાની દહેશત

વિરમગામ નગરપાલિકાના વોર્ડ નંબર 3 વિસ્તારમાં ઉભરાતી ગટરોની સમસ્યાથી લોકો પરેશાન છે. ખજુરીપીઠા અને જોગણી માતાજી મંદિર વિસ્તારમાં બે મહિનાથી દૂષિત પાણી ગટરમાંથી બહાર ફેલાતા લોકો ત્રાસી ગયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 10, 2021 | 9:15 PM

Ahmedabad : વિરમગામ નગરપાલિકાના વોર્ડ નંબર 3 વિસ્તારમાં ઉભરાતી ગટરોની સમસ્યાથી લોકો પરેશાન છે. ખજુરીપીઠા અને જોગણી માતાજી મંદિર વિસ્તારમાં બે મહિનાથી દૂષિત પાણી ગટરમાંથી બહાર ફેલાતા લોકો ત્રાસી ગયા છે. આ વિષમ સ્થિતિ અંગે પાછલા બે મહિનાથી વારંવાર સ્થાનિકોએ રજૂઆત કરી. પરંતુ કોઈ ઉકેલ આવતો નથી. દૂષિત પાણીથી મચ્છરોનો ઉપદ્રવ વધતા રોગચાળાના કેસ વધ્યા છે. સંખ્યાબંધ બાળકો અને વૃદ્ધો બિમાર પડે છે. આ ઉભરાતી ગટરોનો પાલિકા અધિકારીઓ ઝડપી ઉકેલ લાવે તેવી લોકોની માગણી છે. સ્થાનિકોનું કહેવું છેકે જો આ સમસ્યાનો જલ્દી ઉકેલ નહીં આવે તો ભયંકર રોગચાળો ફાટી નીકળશે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">