ફરી એકવાર મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં સોના-ચાંદીના ભાવમાં ઐતિહાસિક ઉછાળો નોંધાયો. ચાંદી પ્રતિ કિલો 2 લાખ 23 હજારની નવી સર્વોચ્ચ સપાટીએ પહોંચી. ચાંદીના ભાવમાં તોતિંગ વધારો થતા તમામ જૂના રેકોર્ડ તૂટ્યા. સોનું પ્રતિ 10 ગ્રામ 1 લાખ 38 હજારને પાર પહોંચ્યું.. સુરક્ષિત રોકાણની વધતી માગને કારણે બુલિયન માર્કેટ ઉછળ્યું હોવાનો જ્વેલર્સનો મત. સોના-ચાંદીના ભાવમાં સતત ઉછાળાનો સીલસીલો. આજે પણ યથાવત રહ્યો. સોના-ચાંદીના ભાવ. તમામ રેકોર્ડ તોડીને આજે ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યા. પ્રતિ કિલો ચાંદીનો ભાવ. 2 લાખ 23 હજારની નવી સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. ચાંદીના ભાવમાં આ તોતિંગ વધારા સાથે જૂના તમામ રેકોર્ડ તૂટ્યા છે. તો બીજી તરફ. સોનું પણ મજબૂત તેજી સાથે. આજે 24 કેરેટ પ્રતિ 10 ગ્રામ. 1 લાખ 38 હજારની કિંમતે પહોંચ્યું હતું. નિષ્ણાતોના મતે. વૈશ્વિક બજારના સકારત્મક સંકેત અને. સુરક્ષિત રોકાણની વધતી માગને કારણે ભાવમાં ઉછાળો આવ્યો છે. અને આગામી સમયમાં. ભાવ હજુ ઊંચા જવાની શક્યતા છે. 31 ડિસેમ્બર 2024ના રોજ 24 કેરેટના 10 ગ્રામ સોનાની કિંમત 76 હજાર 162 રૂપિયા હતી. આજે સોનું 1.38 લાખે પહોંચ્યું છે. એટલે કે. એક વર્ષમાં 10 ગ્રામ સોનાની કિંમતમાં. 61 હજારથી વધુનો ઉછાળો થયો છે. તો બીજી તરફ. 31 ડિસેમ્બર, 2024ના રોજ. એક કિલો ચાંદીની કિંમત. 86 હજાર 17 રૂપિયા નોંધાઈ હતી. આજે ચાંદી 2 લાખ 23 હજારને પાર પહોંચી છે. એટલે કે 1 વર્ષમાં ચાંદીમાં. 1.36 લાખથી વધુનો ઉછાળો નોંધાયો છે.