અમદાવાદ: સાબરમતી નદીની સફાઈ માટે મહાઅભિયાન, 27 હજાર નાગરિકો જોડાયા – જુઓ Video
અમદાવાદ શહેરમાં સાબરમતી નદીની સફાઈ માટે મોટાપાયે મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સાબરમતી નદીની સફાઈ માટેના આ અભિયાનને અમદાવાદીઓ દ્વારા બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે.
અમદાવાદ શહેરમાં સાબરમતી નદીની સફાઈ માટે મોટાપાયે મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું છે. 15 મે થી શરૂ થયેલ આ અભિયાન 5 જૂન સુધી ચાલશે અને તેનો ઉદ્દેશ નદીમાં જામેલા કચરાને સાફ કરવાનો છે, જેથી નદી ફરીથી સ્વચ્છ થઈ જાય.
અત્યાર સુધી આ અભિયાનમાં 27,000થી વધુ નાગરિકો જોડાયા છે. નદીમાંથી અંદાજે 51 ટન જેટલો કચરો બહાર કાઢવામાં આવ્યો છે. નોંધપાત્ર રીતે, કચરામાં સૌથી વધુ પ્લાસ્ટિક, જૂના કપડા અને લાકડાનું પ્રમાણ જોવા મળ્યું છે, જે નદીના પ્રદૂષણનું મુખ્ય કારણ છે.
આ મહાઅભિયાનને કુલ 5 તબક્કામાં વહેંચવામાં આવ્યું છે, જેથી નદીમાં રહેલ મોટાભાગનો કચરો દૂર કરી શકાય અને પ્રદૂષણ થતાં અટકાવી શકાય. સાબરમતી નદીની સફાઈ માટેના આ અભિયાનને અમદાવાદીઓ દ્વારા બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો