AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad Video : નકલી Antibiotics દવાનો જથ્થો ઝડપાયો, Food and Drug Control વિભાગે 3 લોકોને ઝડપી પાડી પોલીસને સોંપ્યા

Ahmedabad : અમદાવાદના ખોરાક અને ઔષધ નિયમન વિભાગે નકલી એન્ટિબાયોટિકનો જથ્થો ઝડપી પાડ્યો છે. ખાડીયા વિસ્તારમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા કાર્યવાહીકરવામાં આવી છે. રૂપિયા 17.5 લાખની બનાવટી એન્ટિબાયોટિક દવાઓ(Antibiotic Medications) જપ્ત કરવામાં આવે છે. તંત્રએ POSMOX CV 625ના 99 બોક્ષનો મોટો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. જીવનરક્ષક દવા(Life saving medicine) ગંભીર રોગના ઉપચાર માટે વપરાય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 22, 2023 | 2:11 PM
Share

Ahmedabad : અમદાવાદના ખોરાક અને ઔષધ નિયમન વિભાગે નકલી એન્ટિબાયોટિકનો જથ્થો ઝડપી પાડ્યો છે. ખાડીયા વિસ્તારમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા કાર્યવાહીકરવામાં આવી છે. રૂપિયા 17.5 લાખની બનાવટી એન્ટિબાયોટિક દવાઓ(Antibiotic Medications) જપ્ત કરવામાં આવે છે. તંત્રએ POSMOX CV 625ના 99 બોક્ષનો મોટો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. જીવનરક્ષક દવા(Life saving medicine) ગંભીર રોગના ઉપચાર માટે વપરાય છે. બનાવટી એન્ટીબાયોટીક દવાઓ બાબતે અમદાવાદના ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

રાજ્યના નાગરિકોની જીવન જરૂરી દવાઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે. રાજ્યમાં દવાના નમુનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે જેના ભાગરૂપે અમદાવાદમાંથી જીવનરક્ષક તેમજ ગંભીર રોગના ઉપચાર માટે વપરાતી બનાવટી એન્ટીબાયોટીક દવાઓનો લખો રૂપિયાની કિંમતનો જથ્થો જપ્ત કરાયો છે.

Dr. H G Koshia – ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, અમદાવાદને મળેલ બાતમી આધારે 20 ઓક્ટોબરના રોજ ઔષધ નિરીક્ષકો જે. એ. પટેલ, નાયબ કમિશનર  અને મદદનીશ કમિશનર અશ્વિન રાદડિયાની દેખરેખ હેઠળ સફળ ખાડીયા વિસ્તારમાં રહેતા ખિમારામ સોદારામ કુમ્હાર રહે વાડા પોળ, ખાડીયા, અમદાવાદ પાસેથી POSMOX CV 625 (Amoxicillin and Potassium Clavulanate with Lactic Acid Bacillus Tablet) દવાનો કુલ 99 બોક્ષ (૧૦ x ૧૦ ટેબલેટ) કુલ રૂપિયા  ૨,૬૧,૨૫૦/- નો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે.  પ્રાથમિક તપાસ કરતા દવા બનાવટી હોવાનું જણાઈ આવેલ છે. આ દવાઓ ની પ્રાથમિક તપાસમાં આ દવાઓના ઉત્પાદક D G Pharmaceuticals, Baddi, Himachal Pradesh હોવાનું જાણવા મળ્યુ હતું. આ બાબતે ડ્રગ કંટ્રોલર હિમાચલ પ્રદેશ સાથે ગુજરાત રાજ્યના  ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા પૃચ્છા કરતા આવી કોઇ કંપની અસ્તિત્વમાં ન હોવાનો ઘટસ્ફોટ થયો હતો.

ખિમારામ સોદારામ કુમ્હારની સઘન પૂછપરછ કરતા તેણે આ દવાનો જથ્થો અરુણકુમાર રાજેંદ્રસિંહ અમેરા રહેવાસી  રાજનગર સોસાયટી, વટવા, અમદાવાદ પાસેથી ખરીદ્યો હતો. અધિકારીઓ દ્વારા અરુણકુમાર રાજેંદ્રસિંહ અમેરાની પુછપરછ કરતા વિપુલ દેગડા રહેવાસી ઇસનપુર, અમદાવાદ નામની વધુ એક કડીનો ખુલાસો થયો હતો. વિપુલ દેગડા પાસેથી જુદી જુદી પાંચ બનાવટી એન્ટીબાયોટીક દવાઓ મળી આવી હતી જેની કુલ કિંમત રૂપિયા 4.83 લાખ જેટલી થવા જાય છે.

આ વ્યકિતઓ પૈકી અમુક બેનામી કંપનીઓના મેડીકલ રીપ્રેઝેન્ટેટીવ તરીકે કામ કરી આ બનાવટી એન્ટીબાયોટીક દવાઓ ડોકટરોને પહોચાડતા હતા પરંતુ આ વ્યકિતઓ દ્વારા વધુ માહિતી ન આપતા તેમની અટકાયત કરી તેમને ઇસનપુર પોલીસ સ્ટેશન ને સોંપીને તેમની સામે પોલીસ ફરિયાદ પણ દાખલ કરાઈ છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">