Ahmedabad Video : અમદાવાદ શહેરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 218 સુધી પહોંચ્યો, રખિયાલ સહિતના વિસ્તારમાં વધુ પ્રદૂષણ
અમદાવાદમાં દિવાળી પહેલા શહેરનું વાતાવરણ પ્રદૂષિત બન્યા છે. અમદાવાદ શહેરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 218 સુધી પહોંચ્યો છે. તેમજ ગ્યાસપુર, રાયખડ, રખિયાલ સહિતના વિસ્તારો સૌથી વધુ પ્રદુષિત બન્યા છે.
અમદાવાદમાં દિવાળી પહેલા શહેરનું વાતાવરણ પ્રદૂષિત બન્યા છે. અમદાવાદ શહેરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 218 સુધી પહોંચ્યો છે. તેમજ ગ્યાસપુર, રાયખડ, રખિયાલ સહિતના વિસ્તારો સૌથી વધુ પ્રદુષિત બન્યા છે. આવનારા દિવસોમાં હજી પણ એર ક્વોલિટી ઈન્ડેક્સ ઉંચો રહે તેવી શક્યતા છે.
દિવાળી પહેલા શહેરનું વાતાવરણ બન્યું પ્રદૂષિત
એર ક્વોલિટી ઇન્ડેક્સ ઊંચો આવતા લોકોના સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. તો ઉસ્માનપુરામાં 169 એર ક્વોલિટી ઇન્ડેક્સ નોંધાયો છે. ચાંદખેડામાં 179 એર ક્વોલિટી ઇન્ડેક્સ નોંધાયો છે. તો શાહિબાગમાં 170 એર ક્વોલિટી ઇન્ડેક્સ નોંધાયો છે. જ્યારે બોડકદેવમાં 155 એર ક્વોલિટી ઇન્ડેક્સ નોંધાયો છે. તેમજ ઘુમામાં 156 એર ક્વોલિટી ઇન્ડેક્સ નોંધાયો છે. આ ઉપરાંત મણિનગરમાં AQI 144 નોંધાયો છે. બીજી તરફ દેશની રાજધાની દિલ્હી શહેર પણ પ્રદૂષિત બન્યું છે.
Latest Videos
Latest News