AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદીઓએ હવેથી ચૂકવવો પડશે પર્યાવરણ વેરો, AMCના ડ્રાફ્ટ બજેટમાં નખાયો બોજો, વાંચો સંપૂર્ણ ટ્રાફ્ટ બજેટ

અમદાવાદીઓએ હવેથી ચૂકવવો પડશે પર્યાવરણ વેરો, AMCના ડ્રાફ્ટ બજેટમાં નખાયો બોજો, વાંચો સંપૂર્ણ ટ્રાફ્ટ બજેટ

Jignesh Patel
| Edited By: | Updated on: Jan 31, 2023 | 9:28 PM
Share

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું (AMC) 2023-24નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યુ છે. જેમાં હવે અમદાવાદીઓના માથે વધુ એક વેરાનો બોજ આવશે. મ્યુનિસિપલ કમિશનરે ડ્રાફ્ટ બજેટમાં રહેણાક મિલકત અને બિન રહેણાક મિલકતમાં કેટલાક અંશે ટેક્સમાં વધારાનું સૂચન કર્યુ છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2023-24નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યુ છે. મ્યુનિસિપલ કમિશનર એમ થેન્નારસને સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ આ ડ્રાફ્ટ બજેટ મુક્યુ હતુ. ગત વર્ષના રૂ.8111 કરોડના ડ્રાફ્ટ બજેટની સામે રૂ.8400 કરોડનું બજેટ રજૂ કરાયું છે. જે મુજબ હવે અમદાવાદીઓએ પર્યાવરણ વેરો ચૂકવવો પડશે. શહેરીજનો પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ ન કરતા હોવાથી આ ચાર્જ લગાવવામાં આવ્યો છે. જેથી ખાનગી વાહનો વાપરવા નાગરિકોને હવે મોંઘા પડશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું 2023-24નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યુ છે. જેમાં હવે અમદાવાદીઓના માથે વધુ એક વેરાનો બોજ આવશે. મ્યુનિસિપલ કમિશનરે ડ્રાફ્ટ બજેટમાં રહેણાક મિલકત અને બિન રહેણાક મિલકતમાં કેટલાક અંશે ટેક્સમાં વધારાનું સૂચન કર્યુ છે. તો અમદાવાદમાં અત્યાર સુધીમાં ન લેવાયો હોય તેવા એક ટેક્સ ઉમેરાવા જઇ રહ્યો છે. પર્યાવરણની જાળવણી માટેનો ટેક્સ ઉઘરાવા માટેનો અત્યાર સુધીનો ઐતિહાસિક નિર્ણય લેવા માટેનું સૂચન કરવામાં આવ્યુ છે.

વાંચો સંપૂર્ણ ડ્રાફ્ટ બજેટ

ડ્રાફ્ટ બજેટના આ ટેક્સ થકી એક સંદેશ પણ આપવામાં આવ્યો છે કે પર્યાવરણની જાળવણી અમદાવાદના તમામ નાગરિકોની ફરજ છે. જો કે પર્યાવરણની જાળવણી થતી ન હોવાના કારણે જ હવે ટેક્સ ચુકવવા માટે તૈયારી દાખવવી પડશે. આ પ્રકારનું સૂચન મ્યુનિસિપલ કમિશનર દ્વારા કરવામાં આવ્યુ છે. જે મુજબ ખાનગી વાહનો વાપરવા નાગરિકોને મોંઘા પડશે. પર્યાવરણની સ્થિતિ સુધારવા પર્યાવરણની જાળવણીનો ચાર્જ વસૂલાશે. રહેણાક મિલકતમાં રૂ.5થી લઈને રૂ.3000નો વેરો વસૂલાશે. બિન રહેણાક મિલકતમાં રૂ.150થી લઈને રૂ.7000 વેરો વસૂલાશે.

તો સાથે જ અમદાવાદ શહેરમાં પર્યાવરણ બચાવવા માટે ઇલેક્ટ્રિક સ્કૂટર શરૂ થશે. સાબરમતી રિવરફ્રન્ટની બને બાજુ આ પ્રોજેકટ શરૂ થશે. સરદાર બ્રિજથી વાસણા બ્રિજ સુધી અને સુભાષબ્રિજથી નહેરુબ્રિજ વચ્ચે સ્કૂટર ચાલુ થશે. તો આ સાથે જ સાબરમતી રિવરફ્રન્ટ પર નવું નજરાણું જોવા મળશે. ટોરેન્ટ પાવરથી કેમ્પ સદર સુધી બેરેજ કમ બ્રિજ બનાવવામાં આવશે. અગાઉ માત્ર રિવરબ્રિજ બનાવવાની જાહેરાત થઈ હતી. હવે રૂ.250 કરોડના બેરેજ કમ બ્રિજ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે.

(વિથ ઇનપુટ-જીજ્ઞેશ પટેલ, અમદાવાદ)

Published on: Jan 31, 2023 01:19 PM
g clip-path="url(#clip0_868_265)">