Breaking News : અમદાવાદ એરપોર્ટને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, સુરક્ષા એજન્સી થઇ દોડતી, જુઓ Video
અમદાવાદ એરપોર્ટથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે આજે વહેલી સવારે ફરી એકવાર એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકી ભર્યો ઈ-મેઈલ મળ્યો હતો જે બાદ એરપોર્ટ પર અફરાતફરી મચી ગઈ હતી.
અમદાવાદ એરપોર્ટને ફરી એકવાર બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી છે, મળતી માહિતી મુજબ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાનો ઈમેઇલ મળ્યો હતો. ઈમેઇલ મળતા જ સુરક્ષા એજન્સી દોડતી થઈ ગઇ હતી અને સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ.
સમગ્ર એરપોર્ટ પર ચેકિંગ હાથ ધરાયુ
અમદાવાદ એરપોર્ટથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે આજે વહેલી સવારે ફરી એકવાર એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકી ભર્યો ઈ-મેઈલ મળ્યો હતો જે બાદ એરપોર્ટ પર અફરાતફરી મચી ગઈ હતી. ઈ-મેઈલ દ્વારા ધમકી મળતા જ સુરક્ષા એજન્સી સતર્ક થઈ ગઈ છે અને સમગ્ર એરપોર્ટ પર ચેકીંગ હાથ ધરાયું છે. ઈમેઇલ કોણે મોકલ્યો તેને લઇને કઈ જ માહિતી નથી ત્યારે હાલ સુરક્ષા એજન્સી આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.
તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા ગુજરાતમાં લોકસભાના મતદાન સમયે મતકેન્દ્ર રાખવામાં થોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. જે બાદ અમદાવાદ એરપોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાનો ઈ-મેઈલ મળ્યો હતો. ત્યારે ફરી એકવાર આ ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું છે. મળતી માહિતી મુજબ આ અંગેનો મેઈલ એરપોર્ટ ડાયરેક્ટરના મેઈલ પર આવ્યો હતો. જે બાદ સમગ્ર મામલે હાલ તપાસ ચાલી રહી છે.
એરફોર્સ જમીન પરના પ્રોજેક્ટમાંથી 15 લાખના લોખંડના સળિયા ચોરાયા
સુરત મહાનગરપાલિકાનો આસિસ્ટન્ટ ઇજનેર લાંચ લેતા રંગે હાથે ઝડપાયો
પંચમહાલઃ સરકારી નોકરીના નામે 68 લાખની ઠગાઈ, ભેજાબાજ ભરત પરમાર ઝડપાયો
ઉનાની સરકારી હોસ્પિટલમાં ઘુસ્યો આખલો, દર્દીઓમાં ફેલાયો ફફડાટ- Video
