Ahmedabad Plane Crash : DNA મેચ પછી 47 મૃતદેહ પરિવારને સોંપાયા, જાણો ક્યા કયા શહેરના છે આ મૃતદેહ
અમદાવાદ પ્લેન ક્રેશ ઘટનાને 4 દિવસ થઇ ગયા છે. પ્લેન ક્રેશની ઘટનામાં બ્લાસ્ટ બાદ મૃતકોની સ્થિતિ એટલી ભયાવહ હતી કે તેમની ઓળખ કરવી પણ મુશ્કેલ બની ગઇ હતી. ઘણા શરીરનો બળીને કોલસા જેવા થઇ ગયા હતા. મૃતકોની ઓળખ માટે પરિવારજનોના DNA સેમ્પલ લેવામાં આવ્યા છે. DNA સેમ્પલ મેચ થતા હવે પરિવારજનોને મૃતદેહ સોંપવાની કામગીર કરવામાં આવી રહી છે.

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ અત્યાર સુધીમાં 87 મૃતદેહોના DNA સેમ્પલ મેચ થયા છે. 47 પરિવારજનોને મૃતદેહ અત્યાર સુધી સોંપી દેવાયા છે. હજુ 13 મૃતદેહને સોંપવાની કામગીરી ચાલુ છે. સિવિલમાં હજુ 8 પરિવારો મૃતદેહ લેવા આવી રહ્યા છે. એકથી વધુ મૃતદેહ અંગે રાહ જોનારા 12 પરિવાર છે. કુટુંબીઓ સાથે ચર્ચા બાદ આવનારા હજુ 11 પરિવારો છે. જે મૃતદેહ પરિવારને સોંપાયા છે. તે એમ્બ્યુલન્સ સાથે પોલીસ એસ્કોર્ટ વાહન પણ મોકલાયા છે.
મૃતકોના ઘર સુધી ડૉક્ટરની એક ટીમ પણ રવાના થઇ છે. મૃતદેહ સોંપાયા તેમને ડેથ સર્ટિફિકેટ પણ આપી દેવાયા છે.
મહત્વનું છે કે, અત્યાર સુધી ખેડા, અમદાવાદ, બોટાદ, મહેસાણા, ભરૂચ, અમરેલી, આણંદ, મહિસાગર, ગાંધીનગર, જૂનાગઢ અને ભાવનગરના પરિવારોને મૃતદેહ સોંપાયા છે. આ તમામના પરિવારમો શોક અને આક્રંદ જોવા મળી રહ્યા છે.

તંત્રએ રેસ્ક્યૂ વાહન ખસેડ્યા વીના ગંભીરા બ્રિજ પર દિવાલ ચણી લીધી !

અમૃતિયા-ઈટાલિયાના વિવાદને લઈને ગાંધીનગરમાં હાઇવોલ્ટેજ ડ્રામા-Video

કઈ રાશિના જાતકોને ભોગવવું પડશે નુકસાન અને કોને મળશે સફળતા?

અરે આની શરણાઈએ તો હુબહુ IPLની ટોનનો અવાજ કાઢ્યો- જુઓ Video