Ahmedabad: ચંદ્રયાન 3ના સફળ લેન્ડિંગ બાદ દેશભરમાં ખુશીનો માહોલ, અમદાવાદની શાળામાં કેક કાપી વિદ્યાર્થીઓએ વૈજ્ઞાનિકોને પાઠવ્યા અભિનંદન
Ahmedabad: વિશ્વની મહાસત્તાઓ જે ન કરી શકી તે ભારતના વૈજ્ઞાનિકોએ કરી બતાવ્યુ છે અને ચંદ્રયાન 3ની સફળતાથી દેશભરમાં ખુશીનો માહોલ છે. ત્યારે અમદાવાદની શાળામાં પણ વિદ્યાર્થીઓએ કેક કાપી ગ્રાન્ડ સેલિબ્રેશન કરતા જોવા મળ્યા હતા.
Ahmedabad: દેશની શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓએ બીજા દિવસે પણ ઉજવણી કરતા કેક કાપી હતી.ત્યારે અમદાવાદની અનેક શાળાઓમાં વિદ્યાર્થીઓએ ચંદ્રયાન 3ની સફળતાની કેક કાપીને ઉજવણી કરી હતી.ભારતીય વૈજ્ઞાનિકોની ચંદ્રયાન 3ની સફળચતાથી સમગ્ર દેશમાં આનંદ, ઉમંગ, ઉલ્લાસનો માહોલ છે.
જેમા શાળાના વિદ્યાર્થીઓએ ત્રિરંગો લગેરાવી કેક કાપી દેશના વૈજ્ઞાનિકોની આ સિદ્ધિને બિરદાવી રહ્યા છે.આ સફળતા બાદ હવે વિદ્યાર્થીઓ પણ તેમાંથી પ્રેરણા લઈ વૈજ્ઞાનિક બનવાના સપના જોઈ રહ્યા છે અને અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે દેશનું નામ રોશન કરવાનું સપનું સેવી રહ્યા છે.
ચંદ્રયાન 3ની સફળતા બાદ અનેક વિદ્યાર્થીની આંખમાં વૈજ્ઞાનિક બની દેશનું ગૌરવ વધારવાનું સ્વપ્ન
આ વિદ્યાર્થીઓ દેશનું આવતીકાલનું ભવિષ્ય છે અને આ વિદ્યાર્થીઓએ ચંદ્રયાન 3 વિશે તેમને વિચારો tv9 સમક્ષ વ્યક્ત કર્યા.જેમા તેમણે જણાવ્યુ કે દરેક દેશવાસી માટે આ ઘણી ગૌરવની ક્ષણ હતી. 2019ની ચંદ્રયાન 2ની નિષ્ફળતાનો ઉલ્લેખ કરતા જણાવ્યુ કે ભારતને ચંદ્રયાન 2માં નિષ્ફળતા મળી પરંતુ આપણા વૈજ્ઞાનિકોએ હાર ન માની અને તુરંત જ ચંદ્રયાન 3 માટેની મહેનત શરૂ કરી દીધી હતી. સાયકલથી લઈને ચંદ્ર સુધીની સફર આસાન ન હતી પરંતુ વૈજ્ઞાનિકોની અથાગ મહેનતને કારણે ભારતનું આ મુન મિશન સફળ રહ્યુ છે.
વૈજ્ઞાનિકોની મહેનતને વિદ્યાર્થીઓએ બિરદાવી
23 ઓગષ્ટ 2023ની બુધવારની એ સાંજ હવે વિશ્વના ઈતિહાસમાં ભારતના નામે અંકિત થઈ જશે.આ એ પળ હતી જ્યારે ભારતે ચંદ્રની ધરતી સફળતાપૂર્વક લેન્ડિંગ કરી ચંદ્રની ધરતી પર ડગ માંડ્યા છે. વિશ્વની મહાસત્તાઓ અમેરિકા, રશિયા અને ચીન જેવા દેશો જે ન કરી શક્યા તે ભારતીય વૈજ્ઞાનિકોએ કરી બતાવ્યુ છે. ભારતની આ સફળતા માટે વિશ્વભરના દેશોમાંથી અભિનંદનની વર્ષા થઈ રહી છે. ભારતીય સ્પેસ સંસ્થા ઈસરોને અમેરિકાના નાસા અને રશિયાની રોસકોસમોસ દ્વારા પણ અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો