મોંમાં પાણી લાવી દેતી આ મીઠાઈનો ભાવ સાંભળી ચોંકતા નહીં! કિંમત છે પૂરા 21000 પ્રતિ કિલો
દિવાળીની ખરીદી મીઠાઈ વિના અધુરી. અમદાવાદમાં એક મીઠાઈની કિંમત અંદાજ કરતા પણ વધારે છે. અમદાવાદમાં મીઠાઈમાં ખાસ વાત એ છે કે, 24 કેરેટ ગોલ્ડ પ્લેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મીઠાઈમાં બ્લ્યુબેરી અને આલમંડ ક્રેનબેરીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. જે ડ્રાયફ્રુટ વિદેશથી મંગાવવામાં આવ્યુ છે. દિવાળીને લઈ એકબીજા આપવા માટે પણ આવી મોંઘી મીઠાઈ ખરીદવાનો આગ્રહ રાખનારો એક વર્ગ છે.
દિવાળીની ખરીદીમાં મીઠાઈ વિના અધૂરી માનવામાં આવે છે. અમદાવાદમાં મીઠાઈ તો અવનવી બજારમાં આવી છે, પરંતુ એક એવી પણ મીઠાઈ છે જેને જોઈને મોંમાં પાણી તો જરુર આવશે પરંતુ ભાવ સાંભળીને થોભી જશો. અમદાવાદમાં 21 હજાર રુપિયા પ્રતિકિલોના ભાવની મીઠાઈ વેચાણ માટે મુકવામાં આવી છે.
આ પણ વાંચોઃ મેઘરજમાં ખુલ્લી ગટરમાં બાળક ખાબક્યુ, ચીસાચીસ કરતા આસપાસના લોકોએ દોડી આવી બચાવ્યો
તમને આ મીઠાઈનો ભાવ સાંભળીને સવાલ થતો હશે કે, આટલી મોંઘી મીઠાઈ કેમ છે. તો તેનો પણ જવાબ આપી દઈએ. આ મીઠાઈમાં 24 કેરેટ ગોલ્ડ પ્લેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મીઠાઇમાં વિદેશથી મંગાવેલ મોંઘા ડ્રાયફ્રુટનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં બ્લુબેરી અને આલમંડ ક્રેનબેરીનો ઉપયોગ કરાયો છે. આ મીઠાઈનુ નામ પણ સ્વર્ણ મુદ્રા રાખવામાં આવેલુ છે.
પ્રેમાનંદ મહારાજનું સાચું નામ શું છે?
સુપરસ્ટાર ગોવિંદાની દીકરી ખૂબ જ સુંદર અને સ્ટાઇલિશ છે, જુઓ ફોટો
શાહરૂખ ખાન પરિવાર સાથે ભાડાના મકાનમાં શિફ્ટ થશે, જાણો કેમ?
Monday: ભગવાન શિવની પૂજા ફક્ત સોમવારે જ કેમ કરવામાં આવે છે?
Plant In Pot : શું સૂર્યમુખીનો છોડ ઘરે કુંડામાં ઉગાડી શકાય ?
આજનું રાશિફળ તારીખ : 26-02-2025