અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ કેસના ચુકાદા સામે સરકારની હાઇકોર્ટમાં અરજી, દોષિતોને થયેલી ફાંસીની સજાના કન્ફર્મેશન માટે કરી અરજી
સરકારે કરેલી અપીલમાં ફાંસીની સજા પામેલા દોષિતોને સજા કાયમ કરવા માટે પણ રજૂઆત કરી છે. કાયદા અનુસાર ખાસ કોર્ટ દ્વારા જાહેર કરેલા ચુકાદાને 30 દિવસોમાં હાઈકોર્ટમાં પડકારી શકાય છે.
અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસ (Ahmedabad serial bomb blast case) ના ચુકાદા સામે સરકારે હાઈકોર્ટ (Gujarat High Court) માં અપીલ કરી છે. સરકારે (Gujarat Government) નિર્દોષ છૂટેલાને સજા કરવા અને આજીવન કેદની સજા પામેલાને ફાંસીની સજા માટે તેમજ 38 દોષિતોને થયેલી ફાંસીની સજાના કંફર્મેશન માટે રજૂઆત કરી છે. આરોપીઓને સંભળાવેલી સજાના ચુકાદાને સરકારે હાઈકોર્ટમાં પડકારતી અપીલ કરી છે. આગામી દિવસોમાં દોષિતો તરફથી પણ સજા ઓછી કરવા અપીલ કરવામાં આવશે.
ગુજરાત હાઇકોર્ટે ગુજરાતના અમદાવાદમાં 2008ના સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં 18 ફેબ્રુઆરીએ સજાની જાહેરાત કરી હતી. મોટો ચુકાદો આપતાં વિશેષ અદાલતે 49માંથી 38 દોષિતોને ફાંસીની સજા સંભળાવી. સ્પેશિયલ જજ એ.આર.પટેલની કોર્ટે 49માંથી 38 આરોપીઓને ફાંસીની સજા ફટકારી. જ્યારે 11 દોષિતોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી.
સરકારે કરેલી અપીલમાં ફાંસીની સજા પામેલા દોષિતોને સજા કાયમ કરવા માટે પણ રજૂઆત કરી છે. કાયદા અનુસાર ખાસ કોર્ટ દ્વારા જાહેર કરેલા ચુકાદાને 30 દિવસોમાં હાઈકોર્ટમાં પડકારી શકાય છે. આ સમય પહેલા સરકારે હાઈકોર્ટમાં અપીલ કરીને ફાંસી કાયમ કરવા આગામી દિવસોમાં સુનાવણી યોજાશે.
13 વર્ષ લાંબા કેસની લાંબી સુનાવણી દરમિયાન, ફરિયાદ પક્ષે 1100 સાક્ષીઓના નિવેદનો નોંધ્યા હતા. 2008માં અમદાવાદ બોમ્બ બ્લાસ્ટમાં 56 લોકો માર્યા ગયા હતા. આ કેસમાં ડિસેમ્બર 2009 થી સુનાવણી ચાલી રહી હતી. સ્પેશિયલ જજ એઆર પટેલે સપ્ટેમ્બર 2021માં આ કેસની સુનાવણી પૂરી થઈ હોવાનું જાહેર કર્યું હતું, ત્યાર બાદ તેમણે કેસનો ચુકાદો અનામત રાખ્યો હતો.
આ પણ વાંચો-
Ahmedabad: કોર્પોરેશનના વિવાદીત અધિકારીને ફરી ફરજ પર લેવાતા મહિલા કર્મચારીઓમાં રોષ, મેયર ઓફિસે પહોંચી વિરોધ નોંધાવ્યો
આ પણ વાંચો-