Ahmedabad: કોર્પોરેશનના વિવાદીત અધિકારીને ફરી ફરજ પર લેવાતા મહિલા કર્મચારીઓમાં રોષ, મેયર ઓફિસે પહોંચી વિરોધ નોંધાવ્યો
મહિલાઓએ આક્ષેપ કર્યો છે કે ડોક્ટર ચિરાગ શાહ સામે આરોપો પુરવાર થયા હોવા છતા કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. ઉપરાંત અગાઉના આક્ષેપોને લઇને ચિરાગ શાહ સામે માત્ર ત્રણ ઇન્ક્રીમેન્ટ કાપવા જેવી સામાન્ય સજા થઈ છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) ના વિવાદીત અધિકારીને ફરી ફરજ પર લેવાનો નિર્ણય કરાતા વિવાદ વકર્યો છે. કોર્પોરેશનના ડેપ્યુટી હેલ્થ ઓફિસર ડોક્ટર ચિરાગ શાહ (Doctor Chirag Shah)ને ફરજ પર લેવાના નિર્ણય સામે વિશ્વ મહિલા દિવસે જ મહિલાઓએ વિરોધ (Protest) કર્યો હતો. મેયર ઓફિસે પહોંચી મહિલાઓએ વિરોધ નોંધાવ્યો હતો.
ડૉ.ચિરાગ શાહ અમદાવાદ મહાનગરપાલિકામાં નોકરી સાથે એક કોલેજમાં પ્રોફેસર તરીકે પણ ફરજ બજાવતા હતા. અગાઉ ડોક્ટર ચિરાગ શાહ સામે મહિલા કર્મચારીની છેડતીનો આરોપ હતો. તેમજ એક સાથે બે જગ્યા પર સરકારી નોકરી કરતા હોવાની ગંભીર ફરિયાદ પણ હતી. આક્ષેપો પુરવાર થયા હોવા છતાં પણ ગંભીર પગલાં ન લેવાયા હોવાના કારણે રોષ વ્યાપ્યો છે. એટલુ જ નહીં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી હેલ્થ ઓફિસર તરીકે તેમને ફરી ફરજ પર લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના કારણે કોર્પોરેશનની મહિલા કર્મચારીઓમાં વિરોધ વ્યાપી ગયો છે. કોર્પોરેશનની મહિલા અધિકારીઓએ મેયર ઓફિસ પહોંચીને આ અંગે વિરોધ નોંધાવ્યો હતો.
મહિલાઓએ આક્ષેપ કર્યો છે કે ડોક્ટર ચિરાગ શાહ સામે આરોપો પુરવાર થયા હોવા છતા કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. ઉપરાંત અગાઉના આક્ષેપોને લઇને ચિરાગ શાહ સામે માત્ર ત્રણ ઇન્ક્રીમેન્ટ કાપવા જેવી સામાન્ય સજા થઈ છે. જેથી મહિલા કર્મચારીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
આ પણ વાંચો-
Junagadh: બાલાજી એવન્યૂની હોસ્પિટલના તબીબોએ રોડ પર ઊભા રહી દર્દીઓને તપાસવા પડ્યા, જાણો શું છે કારણ
આ પણ વાંચો-