યુનિફોર્મ વિના જ કોર્ટમાં હાજર થતા પોલીસ અધિકારીઓ સામે કરાશે કાર્યવાહી: હાઇકોર્ટ
ગુજરાત હાઈકોર્ટે હવે વર્દી પહેર્યા વિના જ હાજર થતા પોલીસ અધિકારીઓ સામે લાલ આંખ કરી છે. હાઈકોર્ટે વર્દી પહેર્યા વિના જ કોર્ટમાં ઉપસ્થિત રહેવાને લઈ નારાજગી વ્યક્ત કરી છે. હાઈકોર્ટે ટકોર કરી છે કે, યુનિફોર્મ વિના કોર્ટમાં હાજર થતા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. શિસ્ત અને નિયમ બહાર વર્તનાર અધિકારીઓ સામે નારાજગી વ્યક્ત કરી છે.
ગુજરાત હાઈકોર્ટે હવે એવા પોલીસ અધિકારીઓ સામે નારાજગી વ્યક્ત કરી છે કે, જે ખાખી વર્દી પહેર્યા વિના જ કોર્ટમાં ઉપસ્થિત રહી જતા હોય છે. વર્દીની દરકાર નહીં કરનારા પોલીસ અધિકારીઓ સામે હાઈકોર્ટે હવે લાલ આંખ કરતા કહ્યુ છે કે, આવા અધિકારી કોર્ટમાં ઉપસ્થિત રહેવા માટે લાયક નહીં.
યુનિફોર્મ વિના જ કોર્ટમાં હાજર થતા પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે એમ પણ હાઈકોર્ટે ટકોર કરી છે. યુનિફોર્મ વિનાના કોઈપણ અધિકારી સામે ન્યાયિક કાર્યવાહી કરવામાં આવશે એમ પણ હાઈકોર્ટે કહ્યુ છે. નિયમ અને શિસ્ત બહાર વર્તનાર અને કોર્ટ પ્રત્યે બેદરકાર રહેનાર અધિકારીઓ સામે હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે.
આ પણ વાંચોઃ સૌરવ ગાંગુલીને ભૂતપ્રેત થયો અનુભવ, હોટલના રુમમાં અડધી રાતે એવું થયું કે દાદાના હોશ ઉડી ગયા
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Dec 08, 2023 06:03 PM
Latest Videos
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા