Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati video : CM ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલની તબિયત સુધારા પર, નિષ્ણાત તબીબો સતત કરી રહ્યા છે મોનીટરિંગ

Gujarati video : CM ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલની તબિયત સુધારા પર, નિષ્ણાત તબીબો સતત કરી રહ્યા છે મોનીટરિંગ

TV9 Gujarati
| Edited By: | Updated on: May 03, 2023 | 12:24 PM

અનુજ પટેલનું તબીબો દ્વારા સતત ઓબ્ઝર્વેશન રાખવામાં આવી રહ્યુ છે. નિષ્ણાંત તબીબોના સતત ઓબ્ઝર્વેશનમાં રહેવાને કારણે અનુજ પટેલના સ્વાસ્થયમાં ઝડપથી સુધારો જોવા મળી રહ્યો છે.

રવિવારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દીકરા અનુજ પટેલને બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો. જે પછી સર્જરી કર્યા બાદ તેમની મુંબઇની હિન્દુજા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. અનુજ પટેલની તબિયત હાલ સ્થિર હોવાનું જાણવા મળ્યુ છે. ગઇકાલે અનુજ પટેલના બ્લડ રિપોર્ટ તેમજ સિટી સ્કેન રિપોર્ટ કરવામાં આવ્યા છે. તબિયત સુધારા પર હોવાનું તબીબો દ્વારા જણાવાતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે.

આ પણ વાંચો-શરદ પવારના ઉત્તરાધિકારી તરીકે NCPના પ્રમુખપદ માટે લિસ્ટમાં મોખરે છે સુપ્રિયા સુલે, જાણો કેટલી છે સંપતિ

અનુજ પટેલનું તબીબો દ્વારા સતત ઓબ્ઝર્વેશન રાખવામાં આવી રહ્યુ છે. નિષ્ણાંત તબીબોના ઓબ્ઝર્વેશનમાં રહેવાનો ફાયદો અનુજ પટેલને મળી રહ્યો છે. અનુજ પટેલનું કાર્ડીયોલોજીસ્ટ, મેડિસીન વિભાગ, ન્યુરોલોજીસલ્ટ તેમજ નેફરોલોજસ્ટ વિભાગના નિષ્ણાંત તબીબો સતત મોનીટરિંગ કરી રહ્યા છે. આ જ મોનિટરિંગના કારણે અનુજ પટેલના સ્વાસ્થ્યમાં સુધારો આવતો જઇ રહ્યો છે. જો કે હજુ પણ અનુજને તબીબોના ઓબ્ઝર્વેશનમાં સતત રહેવાની જરુર છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના દીકરા સાથે હોસ્પિટલમાં હાજર જ રહે છે. મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલ ખાતે જ્યારે મુલાકાત માટે આવી રહ્યા છે. ત્યારે મુખ્યમંત્રી તમામ શુભચિંતકોને મુંબઇની હોસ્પિટલમાં ખબર પુછવા ન આવવા અપીલ કરી છે. જેથી કરીને હોસ્પિટલના અન્ય દર્દીઓ અને તેમના પરિવારજનોને હાલાકી ન પડે.

(વિથ ઇનપુટ-જીજ્ઞેશ પટેલ, અમદાવાદ)

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો  tv9gujarati.com પર

 તથા ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published on: May 03, 2023 12:18 PM
g clip-path="url(#clip0_868_265)">