Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: આવતીકાલની કેબિનેટ બેઠક રદ, પુત્ર અનુજની સારવાર અર્થે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુંબઈમાં હોવાથી નહીં મળે કેબિનેટ

Gandhinagar: આવતીકાલે મળનારી કેબિનેટ બેઠક રદ કરવામાં આવી છે. મુખ્યમંત્રી તેમના પુત્ર અનુજ પટેલની સારવાર અર્થે મુંબઈમાં હોવાથી કેબિનેટની બેઠક નહીં મળે.

Breaking News: આવતીકાલની કેબિનેટ બેઠક રદ, પુત્ર અનુજની સારવાર અર્થે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુંબઈમાં હોવાથી નહીં મળે કેબિનેટ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 02, 2023 | 7:05 PM

આવતીકાલે મળનારી રાજ્ય કેબિનેટની બેઠક રદ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમના પુત્ર અનુજ પટેલની સારવાર અર્થે મુંબઈમાં હોવાથી કેબિનેટની બેઠક નહીં મળે. સીએમના પુત્રને બ્રેઈન સ્ટ્રોક આવ્યો હોવાથી મુંબઈની હિંદુજા હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. અનુજ પટેલને રવિવારે બપોર બાદ બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. ત્યારબાદ તેમને અમદાવાદ વૈષ્ણૌદેવી સર્કલ પાસે આવેલી કેડી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ ત્યાંથી તેમને ઍર એમ્બ્યુલન્સ દ્વારા મુંબઈ હિંદુજા હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. હાલ ત્યાં તેમની સારવાર ચાલી રહી છે.

રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને બ્રેઇન સ્ટ્રોક આવતાં તેમને મુંબઇની હિન્દુજા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ત્યારે એક પછી એક ભાજપના આગેવાનો મુંબઇની હિન્દુજા હોસ્પિટલમાં મુખ્યમંત્રીના દીકરાના હાલ ચાલ જાણવા જઇ રહ્યા છે. ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને જીતુ વાઘાણીએ પણ તેમની મુલાકાત લીધી હતી. જો કે બીજી તરફ મુખ્યમંત્રીએ તમામ નેતાઓ, મિત્ર વર્તુળ તેમજ શુભચિંતકોને અપીલ કરી છે કે અનુજની તબિયત પૂછવા માટે તેઓ મુંબઈ ન આવે. અન્ય દર્દીઓને મુશ્કેલી ન પડે તે માટે ભૂપેન્દ્ર પટેલે અપીલ કરી છે.

IPLના ઈતિહાસમાં કઈ ટીમ સૌથી વધારે મેચ હારી જાણો?
બે પત્નીઓનો પતિ હવે ગર્લફ્રેન્ડ સાથે થયો રોમેન્ટિક! બધા વચ્ચે પકડી લીધો હાથ
બોલિવુડથી દુર છે અમિતાભ બચ્ચનની દીકરી, જુઓ ફોટો
તમારો EPFO ​​પાસવર્ડ ભૂલી ગયા છો? ચિંતા ના કરો... આ રીતે તેનો ઉકેલ લાવો
Jio ફ્રીમાં આપી રહ્યું IPL જોવાનો મોકો ! લોન્ચ કરી અનલિમિટેડ ઓફર
મની પ્લાન્ટનું અચાનક સુકાઈ જવું કઈ વાતનો સંકેત આપે છે? આ જાણી લેજો

આ પણ વાંચો: Rajkot : CMની હાજરીમાં જસદણ ભાજપનો જૂથવાદ આવ્યો સામે ! કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા પર થયા આક્ષેપ

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલની સર્જરી બાદ તેને ઓબ્ઝર્વેશનમાં હિન્દુજા હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે. હાલમાં અનુજની તબિયત સ્થિર છે. બ્રેઈન સ્ટ્રોક આવતા રવિવારે અનુજ પટેલને હોસ્પિટલ ખસેડાયા હતા. અનુજ પટેલને હાઈ બ્લડ પ્રેશરની તકલીફ થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હિન્દુજા હોસ્પિટલમાં અનુજ પટેલની સારવાર શરૂ થયા પછી હોસ્પિટલ તરફથી હેલ્થ બુલેટિન બહાર પાડવામાં આવ્યું છે. જેમાં તેમની તબિયત સ્થિર હોવાનુ જણાવ્યુ છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">