Breaking News : અમદાવાદ અને મહેસાણામાં સર્જાયો અકસ્માત, 2 લોકોના મોત, જુઓ Video
ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. ઘણી વખત અકસ્માતમાં કેટલાક લોકો પોતાનો જીવ ગુમાવવાનો વારો આવે છે. પરંતુ નબીરાઓ ઓવર સ્પીડમાં વાહન હંકારવાનું બંધ કરવામાં આવ્યુ નથી.
ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. ઘણી વખત અકસ્માતમાં કેટલાક લોકો પોતાનો જીવ ગુમાવવાનો વારો આવે છે. પરંતુ નબીરાઓ ઓવર સ્પીડમાં વાહન હંકારવાનું બંધ કરવામાં આવ્યુ નથી. ત્યારે અમદાવાદમાં ફરી એક વાર અકસ્માતની ઘટના સામે આવી છે. અમદાવાદના કાંકરિયા પાસે અકસ્માતની ઘટના સામે આવી છે. રોંગ સાઈડમાં ટ્રેઈલર આવતા કાર ધડાકાભેર અથડાઈ હતી. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. ટ્રેઈલરમાં કાર ઘુસી જતાં કારને મોટું નુકસાન થયું છે.
અમદાવાદના બગોદરા- બાવળા હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત
અમદાવાદના બગોદરા બાવળા હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બે ટ્રક સામસામે ધડાકાભેર ટકરાઈ હતી. અકસ્માતને કારણે એક તરફનો હાઈવે રોડ વાહન વ્યવહાર માટે બંધ કરાયો હતો. જેના કારણે હાઈવે રોડ પર ટ્રાફિક જામ ના દ્રશ્યો સર્જાયા હતા. ફસાયેલા ટ્રક ચાલકને બહાર કાઢવાનો પ્રયાસ કરાયો હતો.
મહેસાણામાં 2 ટ્રેલર ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો
બીજી તરફ મહેસાણામાં પણ અકસ્માતની ઘટના બની છે. મહેસાણામાં બે ટ્રેલર ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે. મળતી માહિતી અનુસાર મહેસાણાના મોઢેરા રોડ પર બે ટ્રેલર ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા 2 લોકોના મોત નિપજ્યાં છે. પાર્ક કરેલ ટેલર ટ્રકની પાછળ અન્ય ટેલર ટ્રક અથડાતા 2 લોકોના મોત નિપજ્યાં છે. પ્રાપ્તથતી માહિતી અનુસાર ક્રેન બોલાવી ટેલર ટ્રક નીચેથી મૃતદેહ કઢાયા હતા. જો કે સમગ્ર ઘટનાની જાણ મોઢેરા પોલીસને થતા તાત્કાલિક ધોરણે પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટના લોકમેળા માટે રાઇડ્સના RCC ફાઉન્ડેશનના નિયમોમાં મળી છૂટછાટ

સાબર ડેરીએ ભાવફેરની કરી નવી જાહેરાત, પ્રતિ કિલો ફેટ 35 વધારી 995 આપશે

ગાંધીનગરમાં મહિલા પોલીસકર્મી પર માથાફરેલા શખ્સે કર્યો એસિડ એટેક- Video

અમદાવાદના ઘાટલોડિયામાં ડોમિનોઝ પિત્ઝાનું એકમ કરાયું સીલ
