વડોદરામાં એક શિક્ષકનો ઇતિહાસનું ઉંઘું શિક્ષણ આપતો વીડિયો વાયરલ

શિક્ષકે આટલેથી જ ન અટકયો અને દેશના વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ પરિવાર પર અંગત પ્રહાર કર્યા, કે નહેરૂ પરિવારના બાળકોની પાર્ટી પણ ચાર્ટર પ્લેનમાં થતી હતી,

વડોદરામાં એક શિક્ષક વિદ્યાર્થીઓને ઈતિહાસનું ઊંધુ શિક્ષણ આપતો હોવાનો ચોંકાવનારો વીડિયો વાયરલ થયો. કારેલીબાગની પાર્થ સ્કૂલના શિક્ષક રાજુ ભટ્ટે ઑનલાઈન અભ્યાસ દરમિયાન મહાત્મા ગાંધી અને જવાહરલાલ નહેરૂ અંગે આપત્તિજનક ટિપ્પણી કરી, શિક્ષકે કહ્યું કે દેશના લોકો ભૂખથી મરતા હતા, અને નહેરૂ માટે સિગાર લેવા પ્લેન વિદેશ જતું હતું,

શિક્ષકે આટલેથી જ ન અટકયો અને દેશના વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ પરિવાર પર અંગત પ્રહાર કર્યા, કે નહેરૂ પરિવારના બાળકોની પાર્ટી પણ ચાર્ટર પ્લેનમાં થતી હતી, જે બાદ વાયરલ વીડિયોમાં કોંગ્રેસના નેતાઓ પર નિશાન સાધતું કહ્યું કે કોંગ્રેસમાં કોઈ ગરીબ પરિવાર છે ખરા, બધા જ ચોર છે, ઑનલાઈન અભ્યાસ દરમિયાન શિક્ષકે વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ બહારનું વિવાદીત ભણાવ્યું, આ બફાટ વાઈરલ થતા જ વિવાદ વકર્યો છે,

હાલ તો શિક્ષકના આ વીડિયોએ ભારે ચર્ચા જગાવી છે. અને, વડોદરા શહેર સહિત ગુજરાતભરમાં શિક્ષકના આવા ઉંધા ભણતરને લઇને અનેક સવાલો થઇ રહ્યાં છે. આવા શિક્ષકોના કારણે વિદ્યાર્થીઓના ભાવિને લઇને પણ સવાલો ઉઠી રહ્યાં છે. અને, શિક્ષકે આવો બકવાસ કેમ કર્યો તેને લઇને પણ લોકો તરેહતરેહની વાતો કરી રહ્યાં છે. અને, કેટલાક લોકો આ વીડિયોને લઇને ફિટકાર પણ વરસાવી રહ્યાં છે.

આ પણ વાંચો : Power Crisis : મહારાષ્ટ્રમાં સાત વીજળી ઉત્પાદન એકમ ઠપ્પ, ઉર્જા મંત્રી નીતિન રાઉતે સરકારને ગણાવી જવાબદાર

આ પણ વાંચો : આશાપુરામાં માતાના મઢમાં પતરી વિધી સંપન્ન, પ્રથમ વખત મહારાણી પ્રીતિદેવીએ પ્રસાદ મેળવ્યો

Click on your DTH Provider to Add TV9 Gujarati