જુનાગઢની માંગરોળ નગરપાલિકામાં ત્રિપાંખિયો જંગ, AIMIM એ ચૂંટણીમાં ઝંપલાવતા રંગ વધુ જામે તેવી શક્યતા
જુનાગઢની માંગરોળ નગરપાલિકાની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જોવા મળશે.વોટકટવા પાર્ટીથી જાણીતી AIMIMએ પણ ચૂંટણીમાં ઝંપલાવતા રંગ વધુ જામે તેવી શક્યતા છે. AIMIMએ પણ ચૂંટણીમાં ઝંપલાવતા રંગ વધુ જામે તેવી શક્યતા છે. AIMIMએ તેના 21 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે.
જુનાગઢની માંગરોળ નગરપાલિકામાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે. AIMIMએ પણ ચૂંટણીમાં ઝંપલાવ્યુ છે. AIMIMએ તેના 21 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. પાયાના પ્રશ્નો મુદ્દે ચૂંટણી લડી જીતનો વિશ્વાસ કર્યો વ્યક્ત કર્યો છે. પાયાના પ્રશ્નો મુદ્દે ચૂંટણી લડી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. માંગરોળમાં કોંગ્રેસ અને આપ પાર્ટીએ ગઠબંધન કર્યુ છે.
માંગરોળ નગરપાલિકાની ચૂંટણી માટે તમામ પક્ષના ઉમેદવારોએ ફોર્મ ભરી દીધાં છે. એક તરફ AIMIM પોતાની જીતનો દાવો વ્યક્ત કરી રહ્યું છે. બીજી તરફ કોંગ્રેસ અને આપે ગઠબંધન કર્યું છે. કોંગ્રેસ 23 જ્યારે આપ 13 બેઠક પર ચૂંટણી લડશે. તેણે પણ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ભાજપનું કહેવું છે કે તે “વિકાસ”ના નામ પર વોટ માંગશે અને પ્રજા તેમની સાથે રહેશે તેવો તેમને વિશ્વાસ છે.
આ તરફ જુનાગઢ મનપાની ચૂંટણીની ઉમેદવારોની યાદી બાદ વિવાદ સામે આવ્યો છે. પરિવારવાદની ટીકા કરનારા ભાજપમાં ટિકિટનો વિખવાદ છે. જુનાગઢમાં ભાજપે નો-રિપીટ થિયરીનો નિયમ તોડ્યો છે. બે ટર્મ પૂર્ણ કરનારાઓને ટિકિટ આપવાનો નિયમ હતો. 4 ઉમેદવારોને ભાજપે ત્રીજી વખત ટિકિટ આપી છે. શૈલેષ દવે, બાલા રાડા, કિશોર અજવાની અને આદ્યા મજમુદારને આપી ટિકિટ છે. ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાના પુત્ર, કરમણ કટારાના પુત્રને ટિકિટ આપી છે. કેટલાક નેતાની પત્નીને ટિકિટ આપતા પણ વિવાદ થયો છે.