પાનોલી જીઆઇડીસીની કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગી, જુઓ આગના તાંડવનો Video
સાંજના સુમારે અક્ષરનિધિ ફાર્મા કંપનીમાં પ્લાન્ટમાં અચાનક આગ લાગતા નાસભાગ મચી હતી. કંપની સત્તાધીશોએ તાત્કાલિક તમામ કર્મચારીઓ અને કામદારોને પ્લાન્ટની બહાર ખસેડી આગ બુઝાવવાના પ્રયાસ શરૂ કાર્ય હતા. સ્થાનિક ફાયર ફાઇટિંગ સિસ્ટમ પાંગળી સાબિત થતા ફાયર બ્રિગેડને મદદનો કોલ અપાયો હતો.
અંકલેશ્વરના પાનોલી જીઆઇડીસી માં આવેલી અક્ષર નિધિ ફાર્મા કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કેકંપ્નીનો લગભગ આખો પ્લાન્ટ બળીને ખાક થઇ ગયો છે. સદનશીબે ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાની નોંધાવા પામી નથી. સૂત્રો અનુસાર કંપનીમાં સ્ટોર સોલવન્ટના જથ્થામાં આગ લાગ્યા બાદ તેણે અક્ષર નિધિ ફાર્મા કંપનીના આખા પ્લાન્ટને ઝપેટમાં લીધો હતો. અંકલેશ્વર અને પાનોલી જીઆઇડીસી સાથે ખાનગી કંપનીઓના કુલ ૧૦થી વધુ ફાયર ટેન્ડરને આગ બુઝાવવાની કામગીરીમાં જોતરવાની ફરજ પડી હતી.
સાંજના સુમારે અક્ષરનિધિ ફાર્મા કંપનીમાં પ્લાન્ટમાં અચાનક આગ લાગતા નાસભાગ મચી હતી. કંપની સત્તાધીશોએ તાત્કાલિક તમામ કર્મચારીઓ અને કામદારોને પ્લાન્ટની બહાર ખસેડી આગ બુઝાવવાના પ્રયાસ શરૂ કાર્ય હતા. સ્થાનિક ફાયર ફાઇટિંગ સિસ્ટમ પાંગળી સાબિત થતા ફાયર બ્રિગેડને મદદનો કોલ અપાયો હતો. આગે આ દરમ્યાન વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ ઉપર કાબુ મેળવવા પાનોલી અને અંકલેશ્વર નોટિફાઇડ એરિયા ઓથોરિટીના 10 થી વધુ ફાયર ટેન્ડરો આવી પહોંચ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.
ભીષણ આગના કારણે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. એક સમયે આસપાસના વિસ્તારમાં સૂર્યનો પ્રકાશ કાળાડિબાંગ ધુમાડાઓએ જાણે અટકાવી દીધો હતો. આસપાસના વિસ્તારના લોકો પણ દોડી આવ્યા હતા. બનાવની સ્થાનિક પોલીસ સાથે ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ અને જીપીસીબીએ સ્વતંત્ર તપાસ શરુ કરી આગ લાગવાનું કારણ જાણવાના પ્રયાસ શરૂ કર્યા છે.