પ્રાંતિજમાં બે જૂથ વચ્ચે અથડામણમાં હત્યાનો મામલો, પોલીસે વધુ 9 આરોપીઓ ઝડપ્યા
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં ગત બુધવારની રાત્રીએ બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ હતી. ઘટના એક વ્યક્તિને માથામાં પાઇપના ફટકા મારીને મોત નિપજાવતા મામલો ગંભીર બન્યો હતો. ઘટનાને પગલે પ્રાંતિજ પોલીસે 17 આરોપીઓ તેમજ અન્ય 30ના ટોળા સામે ગુનો નોંધીને તપાસ શરુ કરી હતી.
પ્રાંતિજમાં ગત બુધવારે રાત્રે બે અલગ અલગ કોમના બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ હતી. વિસ્તારમાં વીજળી બંધ કરીને કરવામાં આવેલા હુમલાને પગલે મામલો ઉગ્ર બન્યો હતો. આ દરમિયાન એક આધેડને માથામાં પાઇપના ફટકા મારતા મોત નિપજ્યુ હતુ. ઘટનામાં આધેડની હત્યાના પગલે મામલો ગંભીર બન્યો હતો અને હજુ પણ અજંપા ભરી પરિસ્થિતિ સર્જાયેલી છે. ઘટનામાં 17 આરોપીઓ સહિત અન્ય 30 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
આ પણ વાંચો: હિંમતનગર-ઇડર સ્ટેટ હાઈવે પર અકસ્માત બાદ કાર આગમાં લપેટાઇ, ચાલકનો બચાવ, જુઓ
હિંમતનગર DySP અતુલ પટેલ અલગ અલગ ટીમો બનાવીને આરોપીઓને ઝડપવા માટે કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન પોલીસે અગાઉ 4 આરોપી અને બાદમાં વધુ 9 આરોપીઓને ઝડપી લઈને કાર્યવાહી હાથ ધરી છે. આમ ઘટનામાં 17માંથી 13 આરોપીઓ પોલીસે ઝડપી લીધા છે. જોકે ઘટનાનો મુખ્ય આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર છે. જેને લઈ હવે DySP અને તેમની ટીમે તેને ઝડપી લેવા માટે તજવીજ હાથ ધરી છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos
Latest News